fbpx
રાષ્ટ્રીય

દર ૬ માંથી ૧ વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જાેખમ, WHO નો લેટેસ્ટ રિપોર્ટ… WHO ના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવી અનેક ચોંકાવનારી બાબતો

દુનિયામાં દર ૬ માંથી ૧ વ્યક્તિ ૈંહકીિંૈઙ્મૈંઅ નું જાેખમ ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઉૐર્ં ના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દર ૬માંથી ૧ વ્યક્તિને ૈંહકીિંૈઙ્મૈંઅ નું જાેખમ છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની ૧૭.૫ ટકા વસ્તી ૈંહકીિંૈઙ્મૈંઅ નો શિકાર છે. એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અમીર અને ગરીબ બંને દેશોમાં સર્જાયેલા આ ખતરાને લઈને તેના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટમાં સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે સમૃદ્ધ દેશોમાં ૧૭.૮% લોકો અને ગરીબ દેશોમાં ૧૬.૫% લોકો જીવનભર ૈંહકીિંૈઙ્મૈંઅ નો શિકાર બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે ૧૨.૬ ટકા લોકો એવા છે જેઓ થોડા સમય માટે ૈંહકીિંૈઙ્મૈંઅની સમસ્યા સાથે સંઘર્ષ કરે છે. આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વ્યાખ્યા અનુસાર, જાે એક વર્ષ સુધી ગર્ભનિરોધક વિના પ્રેગ્નન્સી માટે પ્રયાસ કર્યા પછી પણ સફળતા ન મળે તો વ્યક્તિને ૈંહકીિંૈઙ્મૈંઅ રોગનો શિકાર માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અભ્યાસ ૧૯૯૦ થી ૨૦૨૧ વચ્ચે કર્યો છે અને આ દરમિયાન કુલ ૧૩૩ અભ્યાસ કરવામાં આવ્યા છે,

જેના આધારે આ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાંથી ૬૬ અભ્યાસ એવા છે, જે પતિ-પત્ની પર કરવામાં આવ્યા હતા. આ સિવાય ૫૩ અભ્યાસમાં એવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો જેઓ પરિણીત નહોતા પરંતુ પાર્ટનર હતા. તે જ સમયે, એવા ૧૧ અભ્યાસ છે જેમાં વૈવાહિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરિણામો અનુસાર, પુરુષો કરતાં સ્ત્રીઓમાં ૈંહકીિંૈઙ્મૈંઅ ની સમસ્યા વધુ જાેવામાં આવી હતી, જાે કે અભ્યાસમાં સામેલ મહિલાઓની કુલ સંખ્યા વધુ હતી. મોટાભાગના અભ્યાસો યુરોપના હતા. અભ્યાસમાં યુરોપિયન દેશોનો હિસ્સો લગભગ ૩૫% હતો. આ ઉપરાંત, કુલ અભ્યાસમાં ૯% દક્ષિણ એશિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારત પણ આવે છે. ભારતમાં નિઃસંતાન દંપતી સારવાર માટે તેમના ખિસ્સામાંથી ખર્ચ કરી રહ્યા છે. ૈંફહ્લ સાયકલની કિંમત ઘણી વધારે છે કારણ કે લોકો સામાન્ય રીતે ખાનગી કેન્દ્રોમાં આવી સારવાર માટે જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલોમાં ૈંફહ્લ જેવી પ્રક્રિયાઓ નહિવત છે. ઉૐર્ં ના અભ્યાસ અનુસાર, ભારત બાળકની ઈચ્છા પૂરી કરવા માટે સૌથી વધુ ખર્ચ કરે છે. ભારતમાં, વ્યક્તિ છઇ્‌ સાયકલ પર તેની સરેરાશ વાર્ષિક આવક કરતાં ૧૬૬ ગણો વધુ ખર્ચ કરે છે. વિશ્વમાં ઈચ્છુક બાળકની સારવાર પર થતા ખર્ચનો અંદાજ એ છે કે ક્યાંક ૨૧૦૯ ેંજીડ્ઢ એટલે કે ૧ લાખ ૭૩ હજાર ભારતીય રૂપિયામાં ખર્ચાય છે તો ક્યાંક ૧૫.૩૦ લાખ રૂપિયા છે. ભારતમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. ભારતમાં, એક છઇ્‌ સાયકલની કિંમત ઇં૧૮૫૯૨ એટલે કે લગભગ ૧૫.૩૦ લાખ રૂપિયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/