fbpx
રાષ્ટ્રીય

નવા સંસદ ભવનમાં યોજાનારુ પ્રથમ ચોમાસુ સત્ર, જુલાઈના બીજા પખવાડિયમાં નવા સંસદ ભવનમાં યોજાઈ શકે છે ચોમાસુ સત્ર, ચૂંટણી પૂર્વેના સત્રમા સમાન સિવિલ કોડ માટે કાર્યવાહી હાથ ધરાઈ શકે

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં સંસદના ચોમાસુ સત્રને લઈને ર્નિણય લેવાઈ શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની (ઝ્રઝ્રઁછ) બેઠકની અધ્યક્ષતા કરશે. જાે સૂત્રોનું માનીએ તો, ૨૦૨૩નું ચોમાસુ સત્ર ૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે અને તે ૧૦ ઓગસ્ટ સુધી ચાલવાની સંભાવના છે. ગયા વર્ષે ૨૦૨૨માં સંસદનું ચોમાસુ સત્ર ૧૮ જુલાઈએ શરૂ થયું હતું. ચોમાસુ સત્રની એક ખાસ વિશેષતા એ પણ હશે કે, નવા બનાવેલા સંસદભવનમાં ચોમાસુ સત્ર, એ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૨૮ મેના રોજ સંસદના નવા ભવનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર ૩૦ કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ છે.

સંસદનું ચોમાસુ સત્ર આવનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે છેલ્લુ સત્ર હશે. આ ચોમાસુ સત્રમાં ભાજપ, લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને અનેક ર્નિણયો કરી શકે છે. જેમાં એક મહત્વનો ર્નિણય છે. સમાન નાગરિક ધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ મંગળવારે મધ્યપ્રદેશથી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનો સમય આવી ગયો હોવાનું કહીને આડકતરો ઈશારો કરી દીધો છે કે સમાન નાગરિક ધારો લાગુ પડશે. જાે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા સાથે આગળ વધવા માંગતુ હશે, તો ૨૦૨૪ની ચૂંટણી પહેલા શિયાળુ સત્ર છેલ્લી તક હશે. સંસદના ચોમાસુ સત્રની આસપાસ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળ (બીજેડી) એ પહેલાથી જ સમાન નાગરિક સંહિતાના મુદ્દા પર ભાજપને એક રીતે સકારાત્મક સાથ આપ્યો છે અને સંસદમાં તેના પર કાર્યવાહી શરૂ કરવાનું કહ્યું છે. ટુંકમાં ભાજપ તરફી રાજકીયપક્ષોએ સમાન નાગરિક ધારાની તરફેણમાં મન બનાવી લીધુ છે અને સંસદમાં સમાન નાગરિક ધારા અંગેની કાર્યવાહીમાં સાથ સહકાર આપવા સીધો કે આડકતરો ઈશારો કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/