fbpx
રાષ્ટ્રીય

ક્રિપ્ટોકરન્સી પર અંકુશ આવશે G૨૦માં ક્રિપ્ટોકરન્સી પર વૈશ્વિક નીતિ-નિયમ પર ચર્ચા થઈ

મંગળવારે ગાંધીનગરમાં ય્-૨૦ દેશોના નાણા પ્રધાનોની સેન્ટ્રલ બેંક ગવર્નરોની ત્રીજી બેઠકમાં વૈશ્વિક ટેક્સ રિફોર્મ્સ, ક્રિપ્ટોકરન્સી અને ડેટમાં રાહત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ દેશના નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે ય્૨૦ મીટિંગમાં ક્રિપ્ટોકરન્સી પર વૈશ્વિક નીતિ સાથે નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવા પર ચર્ચા થઈ હતી. આ સાથે દરેકે પોતાની વચ્ચે આર્થિક સહયોગ વધારવાના મુદ્દાને પુનરાવર્તિત કર્યો. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, બેઠકમાં ય્-૨૦ નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોએ લોકો અને વિશ્વના ભલાને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કર્યો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ વધારવા, બધા માટે વૈશ્વિક વિકાસ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની વાત કરી. સીતારમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી માટે વ્યાપક અને સમન્વયિત વૈશ્વિક નીતિ અને નિયમનકારી વ્યવસ્થા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે ય્-૨૦ની અધ્યક્ષતા કરી રહેલા ભારતે ડિજિટલ ફ્રેમવર્ક સુવિધાનો મુદ્દો જૂથની સામે રાખ્યો છે. નાણાપ્રધાને કહ્યું કે ભારતે તેની અધ્યક્ષતામાં જી-૨૦ બેઠકમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એજન્ડા ઉઠાવ્યો હતો. સભ્યોએ ફાસ્ટ-ટ્રેકિંગ નાણાકીય સમાવેશ અને ઉત્પાદકતા લાભમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની ભૂમિકાને સમર્થન આપ્યું હતું. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે ય્-૨૦ સભ્ય દેશોએ દેવાની બગડતી સ્થિતિ પર પણ ચર્ચા કરી. આ બેઠકમાં દેવાની બગડતી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે બહુપક્ષીય સંકલનને મજબૂત કરવા અને દેવાની સમસ્યાથી ઝઝૂમી રહેલા દેશો માટે સંકલિત પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડેટ રિઝોલ્યુશન માટે સામાન્ય મિકેનિઝમ બનાવવા અંગે ચીનના પ્રતિભાવ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ચીનનું વલણ પ્રોત્સાહક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/