fbpx
રાષ્ટ્રીય

DUSU ચૂંટણીમાં ABVPની જીત, BJPએ કહ્યું- ‘યુવા રાષ્ટ્રવાદી દળો સાથે ઉભા છે’

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સ યુનિયનમાં પ્રમુખ સહિત ત્રણ પદ જીત્યા છે. જેને દિલ્હી બીજેપી રાષ્ટ્રવાદ સાથે જાેડી રહી છે. તેમજ આ પરિણામને દેશના યુવાનોનો મિજાજ ગણાવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ડ્ઢેંજીેં ચૂંટણીના પરિણામ પર કહ્યું છે કે, આ પરિણામ દેશના યુવાનોના મૂડને પ્રતિબિંબિત કરે છે, જેઓ રાષ્ટ્રવાદી દળો સાથે ઉભા છે, જેનું પ્રતિનિધિત્વ છમ્ફઁ કરે છે. તેમણે કહ્યું કે યુવાનોએ ફરી એક વખત બતાવી દીધું છે કે દેશની સુરક્ષા અને પ્રગતિ તેમના માટે સર્વોપરી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો એજન્ડા લાગે છે. દિલ્હી બીજેપી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે ડ્ઢેંજીેં ચૂંટણીના પરિણામો એ પણ દર્શાવે છે કે આજે દેશના યુવાનોને લાગે છે કે દેશ ભાગ્યશાળી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે.

જેમના નેતૃત્વમાં યુવાનોને ભારત વિશ્વ વ્યવસ્થા પર પ્રભુત્વ જમાવતું જણાય છે. ચંદ્રયાન-૩ અને જી-૨૦ સમિટની તાજેતરની સફળતાની સાથે સાથે પ્રધાનમંત્રી નારી શક્તિ વંદન એક્ટ, યુવા શક્તિ સાથે પ્રધાનમંત્રીના સંવાદ અને દેશને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને યુવાનો દ્વારા ટેકો મળ્યો છે. તમને જણાવી દઈએ કે ડ્ઢેં સ્ટુડન્ટ્‌સ યુનિયનની ચૂંટણીમાં છમ્ફઁએ પ્રમુખ સેક્રેટરી અને કો-સેક્રેટરીના પદો પર જીત મેળવી છે. નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઈન્ડિયાએ ઉપાધ્યક્ષ પદ પર જીત મેળવી છે. ચૂંટણીમાં લગભગ ૪૨ ટકા મતદાન થયું હતું. વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામો આજે ૨૩મી સપ્ટેમ્બરે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/