fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમબંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં ૨૪ કલાકમાં ૯ બાળકોના મોત

પશ્ચિમબંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં ૨૪ કલાકમાં ૯ બાળકોના મોત થયા છે. જાે કે બાળકોના મોતનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અમિત દાને કહ્યું છે કે કમિટી મામલાની તપાસ કરશે અને બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેડિકલ કોલેજના અધિકારીઓ દાવો કરે છે કે જીદ્ગઝ્રેં વોર્ડમાં ૫૪ બાળકોની ક્ષમતા હતી,

પરંતુ લગભગ ૧૦૦ નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે ચેપ ફેલાવાની આશંકા વધી ગઈ. મોટા ભાગના બાળકોને ખૂબ જ ખરાબ હાલતમાં રિફર કરવામાં આવ્યા હતા અને તેઓ મૃત્યુ પામ્યા.. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોનું વજન ઓછું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલેજ સત્તાવાળાઓએ એવો પણ દાવો કર્યો હતો કે જાંગીપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જીદ્ગઝ્રેં વોર્ડના નવીનીકરણને કારણે તમામ બાળકોને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી રહ્યા છે. પરિણામે હોસ્પિટલો પર દર્દીઓને દાખલ કરવાનું દબાણ વધી ગયું છે. અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં સંભવિત એડેનોવાયરસ ચેપથી સંબંધિત તાવના કેસ વધતા, જેમાં છેલ્લા એક જ દિવસમાં પાંચ બાળકોના મોત થયા હતા. જે સમયે મોટા ભાગે બાળકોમાં શરદી અને ઉધરસના લક્ષણો જાેવા મળે છે અને બાળકો એડીનોવાયરસ ચેપ હોવાનું ડોકટરો એ જણાવ્યું હતુ, જેના કારણે શ્વસનની તકલીફો થવા લાગી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/