fbpx
રાષ્ટ્રીય

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અલીગઢ અને હાથરસના પ્રવાસે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અલીગઢ અને હાથરસના પ્રવાસે છે. અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા છે. તેઓ હાથરસના ગ્રીન પાર્કના વિભવ નગરમાં પીડિત પરિવારોને મળ્યા હતા. રાહુલ આશા દેવી, મુન્ની દેવી અને ઓમવતીના પરિવારજનોને મળ્યા હતા. તેમને સાંત્વના આપી. આ નાસભાગની ઘટનામાં ત્રણ પરિવારના ચાર લોકોના મોત થયા છે. હાથરસમાં પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હાથરસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટના પર રાજનીતિ ન થવી જાેઈએ પણ વહીવટીતંત્રની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે.

અસરગ્રસ્ત પરિવારોને વધુમાં વધુ વળતર મળવું જાેઈએ. હાથરસ દુર્ઘટનામાં ૧૨૧ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કોંગ્રેસે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. હાથરસ મામલે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત તમામને તાત્કાલિક વળતર મળવું જાેઈએ. તેમણે કહ્યું કે સરકારે વળતરની રકમ પણ વધારવી જાેઈએ. રાહુલ ગાંધીએ આ દુર્ઘટના માટે પ્રશાસનને જવાબદાર ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વહીવટીતંત્રે મોટી ભૂલ કરી છે. અલીગઢ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલો સંસદમાં ઉઠાવશે અને તેમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે.

તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા અમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. તેણે અમને સમગ્ર ઘટના વિશે અને તે કેવી રીતે બન્યું તે વિશે પૂછ્યું. ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરી છે અને તેમના પર પુરાવા છુપાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે હાથરસની ઘટના માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. મંગળવારે હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી ૧૨૧ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ વિપક્ષના વરિષ્ઠ નેતાની હાથરસની આ પ્રથમ મુલાકાત હશે. મુખ્યમંત્રી યોગીએ બુધવારે હાથરસની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/