ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૬ થી તા.૨૭/૦૩/૨૦૨૬
સુધી જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ૩૪ જેટલા બી.પી.એલ.તાલીમાર્થી બહેનો
જોડાયેલ છે. આ સાથે આજ રોજ તાલીમનુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનો ભારે ઉત્સાહથી તાલીમ કાર્યક્રમમાં
જોડાયેલ છે. આ તાલીમ કાર્યક્રમમાં આવેલ અતિથિશ્રી તથા ડાયરેકટરશ્રી દ્વારા બહેનોની તાલીમ પૂરી કર્યા પછી
તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી
રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક
ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી. તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ
વધવા માટેની પ્રેરણા તથા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ ગણ નો આભાર માનવામાં
આવ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વિશેષ અતિથિગણ ડી.એલ.એમશ્રી
ઇરફાનભાઇ ઘાંચી તથા શ્રી નિલેષભાઇ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના
ડાયરેક્ટરશ્રી શ્યામ નિવાસ, ફેકલ્ટીશ્રી ઇશાનભાઇ, ઓફીસ આસી.શ્રી જયેશભાઇ ગોહિલ, આસી.શ્રી સમિકકુમાર લકુમ
અને આસી.શ્રી દૃષ્ટીબેન, ડી.એસ.ટી ટ્રેઇનરશ્રી હેમલતાબેન વિશ્વકર્મા હાજર રહયા હતા.
ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની તાલીમ યોજાઇ


















Recent Comments