તળાજાના બોરડા ગામની કેન્દ્રવર્તી શાળા ખાતે તા.૨૨ મી ડિસેમ્બરે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે
ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તે હેતુસર તારીખ ૨૨મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે -૯:૦૦ કલાકે તળાજાના બોરડા ગામની કેન્દ્રવર્તી શાળા ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે. આ કૃષિ પરિસંવાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ જણાવ્યું છે.
Recent Comments