રાષ્ટ્રીય

Natural Antibiotics: દવાઓથી નહિં, રસોડામાં પડેલી આ વસ્તુઓથી ઇન્ફેક્શનને કરી દો દૂર

બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે એન્ટી બાયોટિક્સ લોકો લેતા હોય છે. પરંતુ ઘણી બધી એન્ટી બાયોટિક્સ દવાઓ તમારા શરીરને સાઇડ ઇફેક્ટ પણ કરે છે. આ સાથે જ તમારા લિવર અને કિડનીને સૌથી મોટુ નુકસાન પહોંચાડે છે. એવામાં જો તમે ઇન્ફેક્શનને દૂર કરવા માટે નેચરલ વસ્તુઓ એટલે કે રસોડામાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમને આ સમસ્યામાંથી રાહત મળી જાય છે. તો જાણી લો તમે પણ કેટલીક એવી વસ્તુઓ વિશે જે તમારા બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે મદદ કરે છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી.

આદુ

આદુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઇન્ફેક્શનને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. આદુ બેક્ટેરીયા ઇન્ફેક્શન સામે લડવાની તાકાત ધરાવે છે. આ માટે તમે રોજ સવારમાં બે ચમચી આદુનો રસ પીવો. જો તમને રસ ના ભાવતો હોય તો તમે ચા પણ આદુ નાંખી શકો છો.

અજમાનું તેલ

અજમાનું તેલ અનેક પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરે છે. આ ઇન્ફેક્શનથી લડવા માટે તમે અજમાના તેલને એકથી બે ટીપાં પાણીમાં એડ કરો અને પછી પી લો. આ પીધા પહેલા તમે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.

ડુંગળી

ઇન્ફેક્શનને દૂર કરવા માટે ડુંગળી સૌથી બેસ્ટ છે. આ માટે તમે કાચી ડુંગળી ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. જો તમને કાચી ડુંગળી ના ભાવતી હોય તો તમે સુપમાં પણ મિક્સ કરીને પી શકો છો. શરીરમાં રહેલા ગમે તેવા ઇન્ફેક્શન ડુંગળી દૂર કરી દે છે.

મધ

મધમાં એન્ટી બાયોટિક, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણો હોય છે, જે ઇન્ફેક્શન સામે લડવાની તાકાત ધરાવે છે. આ માટે તમે બે મોટી ચમચી મધ હુંફાળા પાણી સાથે લો. જો તમે સતત અઠવાડિયા સુધી આ લેશો તો ઇન્ફેક્શમાંથી છૂટકારો મળી જશે.

Related Posts