અમરેલી

પ્રકૃતિ જ પરમાત્મા છે. પ્રકૃતિની પૂજા પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન એ ગુરુપૂજન છે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી

ડાંગ તેજસ્વીની સંસ્કૃતિધામ, ડાંગ મુકામે.. અનોખી રીતે ગુરુપૂર્ણિમાની દ્વિદિવસીય ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી એ સત્સંગ દરમિયાન જણાવ્યું કે દરેકના જીવન ઘડતરમાં મુખ્યત્વે પાંચ ગુરુઓનું મહત્વ હોય છે. માતા પિતા, ગુરુજનો, શાસ્ત્ર, પ્રકૃતિ અને અંતઃ કરણ નો અવાજ…. પ્રકૃતિ જ પરમાત્મા છે. પ્રકૃતિની પૂજા મતલબ પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન એ ગુરુપૂજન છે. માતા પિતાની સેવા કરવી, પ્રમાણિત શાસ્ત્રોનું વાંચન કરવું, અંતઃ કરણ નું ધ્યાન એ ગુરૂ પૂજન છે. જીવનમાં ગુરુ અનેક હોઈ શકે પરંતુ સદગુરુ એક હોય છે..આવું જણાવતા દીદીએ એમ પણ કહ્યું કે “તું જ તારો ગુરુ થા” તારી ભીતરનો આત્મા એ જ તારો સદગુરુ છે. બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં અનેક લોકોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે દીક્ષા ગ્રહણ કરી… કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત,ડાંગ ના પ્રકૃતિ પ્રેમી પણ આ કાર્યક્રમ માં જોડાયા..વિશેષ મહારાષ્ટ્ર થી નાસિક, પુના થી ક્રિષ્ના કુમાર તથા હિતેશભાઈ, માયાબેન ના આગેવાની હેઠળ પરંપરાગત ઢોલ તેમજ શક્તિ પ્રદર્શન દ્વારા પૂજ્ય દીદી નું સન્માન કરવામાં આવ્યું. બે દિવસ દરમિયાન અનેક ભક્તજનો પધાર્યા અને પૂજ્ય દીદીના કરકમલોથી વૈદિક શુદ્ધિકરણ કરી દીક્ષા ગ્રહણ કરી.. ત્યારબાદ સમગ્ર સનાતન ધર્મની ચર્ચા કરવામાં આવી. નીડરતાથી અને શક્તિ પ્રદર્શન કરવા વાળા ભાઈઓ,બહેનો,બાળકોનું પધારેલ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધનસુખભાઈ, ચેતનભાઇ, ભૂદેવ વિશાલભાઈ તથા કલ્પેશભાઈ,રતનભાઈ, તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર, મોરે સાહેબ, અર્જુનભાઈ, શિરોડ કર સાહેબ વગેરે ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો.

Related Posts