અમરેલી

સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ બાળઆંગણ વાડી ખાતે નાના ભૂલકાઓ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

એમ તો છેલ્લા બે દિવસથી સાવરકુંડલા શહેરમાં વરસાદે નવરાત્રીની મજા બગાડી પરંતુ અહીં નાગનાથ સોસાયટી ખાતે આવેલ બાલ આંગણવાડી ખાતે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે રાસ ગરબા માતાજીના ગુણગાન સ્તુતિ અર્ચનાનો કાર્યક્રમ યોજાયો જેમાં નાના નાના  ભૂલકાઓએ દીપ પ્રગટાવીને માતાજીની આરતી સાથે પોતાના મેડમ કાજલમેડમ સાથે મનભરીને પણ  ગરબા રમ્યા

આમ સાવરકુંડલાના આ આંગણવાડીના બાળકોએ વરસાદી વાતાવરણ વચ્ચે માતાજીની સ્તુતિ ગુણગાન સાથે ગરબા રમીને માતાજીને પ્રસન્ન કરવાનો ખરા હ્રદયથી પ્રયાસ કરેલ. આમ પણ ભૂલકાઓની પ્રાર્થના પ્રભુ હમેશા સાંભળતા જ હોય છે. આ આંગણવાડી સંભાળતા કાજલબેનની વાત કરીએ તો છેલ્લા અગિયાર વર્ષથી આ વિસ્તારના નાના ભૂલકાઓને એક માતાની માફક માવજત કરે છે. વળી કાજલબેન પોતે બાળકોને પણ  અંગતરીતે  ધ્યાન આપીને નાસ્તો  કરાવે છે. શિશુ સંભાળ કેવી રીતે રાખી શકાય એ બાબતે કાજલબેન પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરવા જેવું ખરું.આમ ભૂલકાઓ સાથે તેની લાક્ષણિક અદામાં ઉછેર સાથે પ્રશિક્ષણ એ ખરેખર એક પડકારજનક બાબત છે પરંતુ કાજલબેન તેને બખૂબી નિભાવી રહ્યા છે. શિશુઓમાં લોકપ્રિય એવા કાજલબેન શિશુઓને ઉડવા માટે એક અનોખા આસમાનની રચના કરીને શૈશવના શમણાંને પાંખ આપતાં જોવા મળે છે.

Related Posts