૧૯૯૩ના દેવબંદ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીની જમ્મુ-કાશ્મીરના બડગામથી ધરપકડ કરવામાં આવી
૧૯૯૩ના દેવબંદ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે તેની જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી ધરપકડ કરી છે. અધિકારીઓએ ૧૯ નવેમ્બર, મંગળવારે આ માહિતી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે યુપી પોલીસની ટીમે જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી વાનીની ધરપકડ કરી છે. વાનીની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, વાનીએ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સામે બડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જાેકે આ ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ૫૧ વર્ષીય નઝીર અહેમદ વાનીએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં પોતાના વ્યવસાયનો ઉલ્લેખ બિઝનેસ તરીકે કર્યો હતો. ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં જામીન પર બહાર હોવા છતાં તેણે એફિડેવિટમાં દેવબંદ બ્લાસ્ટ કેસનો ઉલ્લેખ કર્યો નથી.
૧૯૯૩ના વિસ્ફોટમાં ઉત્તર પ્રદેશના બે પોલીસકર્મીઓ સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. નઝીર અહેમદ વાનીની ૧૯૯૩માં ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૯૪માં તેને જામીન મળી ગયા અને છૂટી ગયા. જાે કે, આ પછી તે જામીનની શરતોનું પાલન કર્યા વિના ફરાર થઈ ગયો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે નઝીર અહેમદ વાની છેલ્લા ૩૧ વર્ષથી દેખાવ બદલીને બધાને ચકિત કરી રહ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. ગયા વર્ષે બડગામ જિલ્લામાં બાની વિરુદ્ધ ખોટી રીતે સંયમ અને ગુનાહિત ધાકધમકીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. સહારનપુરના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સાગર જૈનના જણાવ્યા અનુસાર, આતંકવાદી વિરોધી ટુકડી (છ્જી) અને દેવબંદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં રવિવારે જમ્મુ અને કાશ્મીરમાંથી આરોપી બાનીની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ૧૯૯૨માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડી પાડવા દરમિયાન દેવબંદમાં ઘણી જગ્યાએ સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ દરમિયાન ૧૯૯૩માં શહેરમાં પોલીસકર્મીઓ પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ નઝીર અહેમદની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.
Recent Comments