NCP,TMC,CPI ને મોટો ફટકો, AAP પાર્ટીને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે
ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ અને બે સ્થાનિક પાર્ટીઓ પાસેથી દરજ્જાે પાછો ખેંચ્યો છે. જ્યારે એક પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે આપ્યો છે. ચૂંટણી પંચે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ (દ્ગઝ્રઁ), મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) અને ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી (ઝ્રઁૈં) નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે પાછો ખેંચ્યો છે. આ સિવાય આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર છેકે હવે તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મળી ગયો છે. અત્રે જણાવવાનું સ્થાનિક પક્ષોમાં ચૂંટણી પંચે ભારત રાષ્ટ્ર સમિતિ (મ્ઇજી) અને રાષ્ટ્રીય લોક દળ (ઇન્ડ્ઢ) પાસેથી પ્રાદેશિક પક્ષનો દરજ્જાે પાછો ખેંચ્યો છે. અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ જ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સ્ટેટસની સમીક્ષા કરે છે. જે સિંબલ ઓર્ડર ૧૯૬૮ હેઠળ એક સતત પ્રક્રિયા છે. વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ચૂંટણી પંચે ૧૬ રાજકીય પક્ષોના સ્ટેટસને અપગ્રેડ કર્યું છે અને ૯ રાષ્ટ્રીય/પ્રાદેશિક પક્ષોના કરન્ટ સ્ટેટસને પાછું ખેંચ્યુ છે. આ પક્ષોને કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જાે અપાયો છે.
નાગાલેન્ડમાં દ્ગઝ્રઁ ને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસ, અને વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી, ત્રિપુરામાં ટિપરા મોથાને માન્યતા પ્રાપ્ત રાજ્ય પ્રાદેશિક પક્ષ તરીકે દરજ્જાે અપાયો છે. કેવી રીતે મળે છે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે?…તે જાણો…. ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ પણ પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મેળવવા માટે કેટલીક પ્રમુખ શરતોને પૂરી કરવાની હોય છે. જાે કોઈ પણ પાર્ટી આ શરતોને પૂરી કરે તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે આપે છે. રાષ્ટ્રીય પાર્ટી હોવાના ફાયદા આ પ્રકારે હોય છે?… રાષ્ટ્રીય પાર્ટીને વિશિષ્ટ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પાર્ટીના ચૂંટણી ચિન્હને સમગ્ર દેશમાં કોઈ અન્ય પાર્ટી દ્વારા ઉપયોગમાં લેવાતું નથી. માન્યતા પ્રાપ્ત રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી પંચ તરફથી (મતદાર સૂચિમાં સંશોધનની દિશામાં)મતદાતા સૂચિના બે સેટ મફત અપાય છે.
આ સાથે જ આ પાર્ટીઓ તરફથી ચૂંટણી લડતા ઉમેદવારોને સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મતદાર સૂચિની એક કોપી વિનામૂલ્યે મળે છે. માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોને નામાંકન દાખલ કરવા માટે ફક્ત એક પ્રસ્તાવક (પ્રપોઝર)ની જરૂર હોય છે. આ પક્ષોને પોતાના પાર્ટી કાર્યાલય સ્થાપિત કરવા માટ સરકાર પાસેથી જમીન કે ભવન પ્રાપ્ત હોય છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી પ્રચાર દરમિયાન ૪૦ સ્ટાર પ્રચારક સુધી રાખી શકે છે. જ્યારે અન્ય પાર્ટીઓ ૨૦ સ્ટાર પ્રચારકોને રાખી શકે છે. સ્ટાર પ્રચારકોના મુસાફરી ખર્ચા તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબમાં જાેડવામાં આવતા નથી. ચૂંટણીના થોડા સમય પહેલા તેમને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ટેલિવિઝિન અને રેડિયો પ્રસારણ કરવાની મંજૂરી આપવી જેથી કરીને તેઓ પોતાની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે.
Recent Comments