ધ હિન્દુમાં ‘તારીખ ૯ જુલાઈ ૨૦૨૪ના રોજ પ્રકાશિત સમાચારના સંદર્ભમાં, જેનું શીર્ષક “છઠ્ઠા, નવમા અને ૧૧મા ધોરણના સુધારેલા દ્ગઝ્રઈઇ્ પાઠયપુસ્તકો અંગેની મૂંઝવણ શિક્ષકોને મુશ્કેલીમાં મૂકી દે છે”, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ સમાચાર તથ્યાત્મક રીતે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.
લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેઃ
૧. ધોરણ ૬ દ્ગઝ્રઈઇ્ના પાઠયપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં હજી ૨ મહિનાનો સમય લેશે
૨. માત્ર ત્રીજા અને છઠ્ઠા ધોરણને જ સુધારેલા પાઠયપુસ્તકો મળશે કે પછી નવમા અને અગિયારમા ધોરણનો પણ સમાવેશ કરવામાં આવશે તે અંગે સીબીએસઇ દ્વારા યોગ્ય રીતે જણાવવામાં આવ્યું ન હતું.
૩. ધોરણ ૯ અંગ્રેજી અને ભૂગોળ અને ધોરણ ૧૧ કમ્પ્યુટર વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઇતિહાસના પાઠયપુસ્તકો છાપવામાં આવ્યા નથી
કોઈ પણ પ્રકારની ગેરસમજને દૂર કરવા માટે અને વધુ સ્પષ્ટતા માટે નીચેની બાબતોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે –
૧. જુલાઈ ૨૦૨૪ની અંદર દ્ગઝ્રઈઇ્ દ્વારા તમામ ગ્રેડ ૬ના પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે ૨ મહિનાની ડેટલાઈનનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ખોટી છે. પ્રાયોગિક શિક્ષણના પરિપ્રેક્ષ્ય હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાથવગા અનુભવો માટે પૂરતો સમય પૂરો પાડવા માટે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે જૂનાથી નવા અભ્યાસક્રમમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, દ્ગઝ્રઈઇ્એ ગ્રેડ ૬ માટેના તમામ ૧૦ વિષયોના વિસ્તારોમાં એક મહિનાનો બ્રિજ પ્રોગ્રામ પહેલેથી જ ઉપલબ્ધ કરાવ્યો છે, જેનો ઉપયોગ હાલમાં શિક્ષણ માટે કરવામાં આવે છે.
૨. માર્ચ ૨૦૨૪માં જ, તેને સીબીએસઈના પરિપત્ર નં. ૨૯/૨૦૨૪ તારીખ ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ કે ૩ અને ૬ સિવાયના તમામ વર્ગો માટે, હાલના અભ્યાસક્રમ અથવા પાઠયપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગેરમાર્ગે દોરનારી માહિતીને ધ્યાનમાં રાખીને, શાળાઓને ફરી એકવાર સીબીએસઈ દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેઓ આ વર્ગો માટે તે જ પાઠયપુસ્તકોનો ઉપયોગ ચાલુ રાખે, જેમ કે તેઓએ પાછલા શૈક્ષણિક વર્ષ (૨૦૨૩-૨૪)માં કર્યું હતું.
૩. ઇઁડ્ઢઝ્ર બેંગ્લોર તમિલનાડુ સહિત તમામ દક્ષિણ ભારતીય રાજ્યોને પાઠ્યપુસ્તકો સપ્લાય કરે છે. ઇઁડ્ઢઝ્ર બેંગ્લોર તરફથી મળેલી ધોરણ ૯ અને ૧૧ની પાઠ્યપુસ્તકો માટેની ટાઈટલ મુજબની માંગ દ્ગઝ્રઈઇ્ દ્વારા પૂરી કરવામાં આવી છે. પ્રકાશન વિભાગ અને ઇઁડ્ઢઝ્ર બેંગ્લોર દ્વારા કોઈ અછતની જાણ કરવામાં આવી નથી.
Recent Comments