NDPS એક્ટ હેઠળ એક ઈસમની અટકાયત કરી જેલ હવાલે કરતી અમરેલી એસ.ઑ.જી ટીમ
ગુજરાત રાજ્યનાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર , હેરા ફેરી , અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા – મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય , જે અનુસંધાને શ્રી ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , ભાવનગર વિભાગ , ભાવનગર દ્વારા જરૂરી સુચનાઓ આપેલ , જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ , સાહેબ નાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા તથા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act 1988 ) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા આવેલ .
જે અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા શ્રી જે.કે.મોરી , પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા , દ્વારા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT , NDPS એક્ટ ૧૯૮૮ મુજબનો જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા , અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી , સી.આઇ.ડી.ક્રાઈમ , અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર નાંઓ તરફ મોકલતા આ આરોપીની PIT NDPS દરખાસ્ત મંજુર થતા આરોપીને ત્તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી , જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે .
PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમ – કાનાભાઇ ભગાભાઇ માઘડ , ઉ.વ.પર , ધંધો – મજુરી , રહે.ગામ – હાલરીયા , શેત્રુંજી નદી કાંઠે , પરા વિસ્તાર , તા.બગસરા , જી.અમરેલી
આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા શ્રી જે.કે.મોરી , પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા PIT NDPS , અધિનિયમ ૧૯૮૮ હેઠળ આરોપીને ત્તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી , જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે . 6 છે G G 6 જ Ⓒ C
Recent Comments