પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હાલ અમલમાં છે. જેમાં શહેરી વિસ્તારના લાભાર્થી અરજદાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં આવાસ ફાળવણી બાબતે ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે. આવું અરજીફોર્મ ભરતી વખતે ટેક્નિકલ મર્યાદાના કારણે એક જ કુટુંબના અલગ રહેતા, સ્વતંત્ર પરિવાર પોતાના રેશનકાર્ડ જુદા હોવા છતાં એક પરિવાર ફોર્મ ભરે પછી બીજા પરિવારનું ફોર્મ ભરી શકાતું નહોતું. જેથી આવા લાભાર્થીઓ ફોર્મ ભરી શકે તે માટે પોર્ટલમાં જરૂરી સુધારા કરવા ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જરૂરી સુધારો કરવામાં આવતા, હવે આવા લાભાર્થીઓ પોતાનું અરજીફોર્મ ઓનલાઈન ભરી શકશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ના પોર્ટલમાં વિસંગતતા દૂર કરી જરૂરી સુધારા કરાયા.નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી સફળ રજૂઆત.

Recent Comments