રાષ્ટ્રીય

NEET પેપર લીક કેસમાં CBIએ પટના AIIMSના ૩ ડોક્ટરોની ધરપકડ કરી

દ્ગઈઈ્‌ પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ પહેલા ઝ્રમ્ૈંને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચ્યું છે. આ દરમિયાન તપાસ એજન્સીએ પટના એમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. સીબીઆઈ ત્રણેય ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે. પટના છૈંૈંસ્જીના આ ત્રણ ડોક્ટરો ૨૦૨૧ બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે. તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ દ્ગઈઈ્‌ પેપર લીક થવાથી લઈને ઉમેદવારો સુધી પહોંચાડવા સુધીના સમગ્ર નેટવર્કને જાેડી દીધું છે. સીબીઆઈએ પંકજને પકડી લીધો છે જે પેપર લઈને ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવતો હતો.

પંકજને ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન મળ્યું છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. સંજીવ મુખિયાથી પેપર રોકી સુધી પહોંચ્યું હતું. રોકીએ સોલ્વર દ્વારા પેપર સોલ્વ કર્યું. આ કનેક્શનમાં સીબીઆઈએ પટના એમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દ્ગઈઈ્‌-ેંય્ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ૪૦ થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં અનિયમિતતાની તપાસ, પરીક્ષા રદ કરવા અને પરીક્ષા ફરી કરાવવાની અરજીઓ સામેલ છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરશે. છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે, દ્ગઈઈ્‌-ેંય્ કેસમાં કોઈ મોટા પાયે હેરાફેરી થઈ નથી. આવી સ્થિતિમાં ફરીથી પરીક્ષા લેવાની જરૂર નથી જ્યારે દ્ગ્‌છએ તેના એફિડેવિટમાં કહ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક થયું નથી. દ્ગઈઈ્‌-ેંય્ પરીક્ષા ૫મી મેના રોજ યોજાઈ હતી. તેનું પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી તેમના પર અનિયમિતતાના આરોપો લાગવા લાગ્યા.

Related Posts