શિક્ષણ મંત્રાલયે દ્ગઈઈ્ (ેંય્) પરીક્ષા ૨૦૨૪માં કથિત ગેરરીતિઓની તપાસ ઝ્રમ્ૈંને સોંપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) એ ૫મી મે ૨૦૨૪ ના રોજ દ્ગઈઈ્ (ેંય્) પરીક્ષા ર્ંસ્ઇ મોડમાં આયોજિત કરી હતી. જેમાં કેટલાક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં પારદર્શિતા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા પછી તપાસ માટે મામલો સીબીઆઈને સોંપવાનો ર્નિણય કર્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમો નિવારણ) અધિનિયમ ૨૦૨૪ પણ લાગુ કર્યો છે. સરકાર કહે છે કે તે પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. પેપર લીકમાં જે પણ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે શનિવારે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દ્ગઈઈ્ પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિઓ અને પેપર લીકના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દ્ગઈઈ્ પરીક્ષાના સંબંધમાં કથિત અનિયમિતતાના કેટલાક મામલા પ્રકાશમાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયાના આચરણમાં પારદર્શિતા માટે શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની તપાસ ઝ્રમ્ૈંને સોંપવાનો ર્નિણય કર્યો છે.
દ્ગઈઈ્-ેંય્ ૫ મેના રોજ દેશના ૪,૭૫૦ કેન્દ્રો પર હાથ ધરવામાં આવ્યું હતું અને લગભગ ૨૪ લાખ ઉમેદવારોએ તેમાં ભાગ લીધો હતો. પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ પછી તરત જ પ્રશ્નપત્ર લીકના આક્ષેપો ઉભા થયા હતા. કારણ કે ૬૭ થી વધુ વિદ્યાર્થીઓએ મહત્તમ ગુણ મેળવ્યા હતા. જેમાંથી કેટલાક એક જ પરીક્ષા કેન્દ્રોમાંથી આવ્યા હતા. પ્રારંભિક પોલીસ તપાસમાં બિહારમાં ગેરરીતિઓ અને પેપર લીક થયાનું બહાર આવ્યું હતું અને કેટલાક ઉમેદવારો પણ જાહેરમાં આગળ આવ્યા હતા
અને દાવો કર્યો હતો કે તેમને પરીક્ષાની આગલી રાત્રે પ્રશ્નપત્રો મળ્યા હતા. આ આરોપોને કારણે અનેક શહેરોમાં વિરોધ થયો હતો અને અનેક હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ઝ્રમ્ૈં ેંય્ઝ્ર દ્ગઈ્ પરીક્ષાના કથિત પેપર લીકની પણ તપાસ કરી રહી છે, જે આ વર્ષે ૧૮ જૂને યોજાઈ હતી અને બે દિવસ પછી ૨૦ જૂને રદ કરવામાં આવી હતી, એમ કહીને કે તેની પ્રામાણિકતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ ૨૦ જૂને આ મામલામાં હ્લઇૈં નોંધી હતી. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દ્ગઈઈ્-ઁય્ પ્રવેશ પરીક્ષા તેમજ ઝ્રજીૈંઇ-દ્ગઈ્ મુલતવી રાખી છે. ભારે વિવાદ વચ્ચે દ્ગ્છના મહાનિર્દેશક (ડ્ઢય્) સુબોધ સિંહને શનિવારે હટાવી દેવામાં આવ્યા હતા અને સિનિયર અમલદાર પ્રદીપ સિંહ ખારોલાને એજન્સીના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દ્ગ્છની કામગીરીની સમીક્ષા કરવા અને પરીક્ષામાં સુધારાની ભલામણ કરવા ૈંજીઇર્ંના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં સાત સભ્યોની ઉચ્ચ-સ્તરીય પેનલની રચના કરવામાં આવી છે.
Recent Comments