દ્ગઈઈ્ ેંય્ પરીક્ષાને લઈને હંગામો ચાલુ છે. પોલીસે દેશના તમામ રાજ્યોમાંથી અનેક શકમંદોની અટકાયત કરી છે. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની સૂચના બાદ આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપવામાં આવી છે. જેના કારણે કેન્દ્રીય એજન્સી માટે તપાસનો માર્ગ મોકળો થયો છે. આ દરમિયાન બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (ઈર્ંેં) એ શનિવારે ઝારખંડના દેવઘરમાંથી વધુ પાંચ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જે બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા ૧૮ થઈ ગઈ છે. અગાઉ ઝ્રમ્ૈંએ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંદર્ભમાં હ્લૈંઇ નોંધી હતી. આ કેસ ૈંઁઝ્રની કલમ ૪૦૭, ૪૦૮, ૪૦૯, ૧૨૦મ્ હેઠળ નોંધવામાં આવ્યો છે. જે ૫ મેના રોજ યોજાયેલી દ્ગઈઈ્ ેંય્ ૨૦૨૪ની પરીક્ષામાં ગેરરીતિઓ સાથે સંબંધિત છે.
આ કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ ટૂંક સમયમાં પટના આવે તેવી શક્યતા છે. જે બાદ ઈર્ંેં કેસનો રેકોર્ડ ઝ્રમ્ૈંને સોંપશે. લીક થયેલા પેપરના મામલે ઈર્ંેંના નિવેદન અનુસાર ધરપકડ કરાયેલા પાંચ લોકોની ઓળખ બલદેવ કુમાર, મુકેશ કુમાર, પંકુ કુમાર, રાજીવ કુમાર અને પરમજીત સિંહ તરીકે કરવામાં આવી છે, જે તમામ નાલંદાના રહેવાસી છે. કુખ્યાત સંજીવ કુમાર ઉર્ફે લુટન મુખિયા ગેંગ સાથે સંકળાયેલા બલદેવ કુમારે કથિત રીતે પરીક્ષાના એક દિવસ પહેલા તેના મોબાઈલ ફોન પર પીડીએફ ફોર્મમાં દ્ગઈઈ્ ેંય્ પેપર મેળવ્યું હતું. નિવેદનમાં લીક થયેલા પેપરના સ્ત્રોત તરીકે મુખિયા ગેંગના સભ્યોને સંડોવવામાં આવ્યા છે,
જેમના પર અનેક આંતરરાજ્ય પેપર લીક કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બલદેવ અને તેના સહયોગીઓએ ૪ મેના રોજ પટનાના રામ કૃષ્ણ નગરમાં એક ઘરમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને સોલ્વ કરેલી ઉત્તરવહીઓ વહેંચી હતી. જેથી તેઓ જવાબો યાદ રાખી શકે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોને ત્યાં પહેલાથી જ ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓ નીતિશ કુમાર અને અમિત આનંદ દ્વારા લાવવામાં આવ્યા હતા. લીક થયેલા પેપરના મામલે ઈર્ંેંના નિવેદન અનુસાર, લીક થયેલું દ્ગઈઈ્-ેંય્ પેપર મુખિયા ગેંગ દ્વારા ઝારખંડના હજારીબાગની એક ખાનગી શાળામાંથી મેળવ્યું હતું. તપાસકર્તાઓએ પટનાના એક ઘરમાંથી મળેલા આંશિક રીતે બળી ગયેલા પ્રશ્નપત્રને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) દ્વારા પૂરા પાડવામાં આવેલા પેપર સાથે મેળ ખાય છે,
જે લીકની પુષ્ટિ કરે છે. આ મામલે ઈર્ંેંએ પેપર હેન્ડલ કરવા માટે જવાબદાર એવા ઘણા લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંકના અધિકારીઓ અને એક કુરિયર કંપનીના કર્મચારીઓ પણ સામેલ હતા. નીટ પેપર લીકની તપાસ ઝ્રમ્ૈં દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી હ્લૈંઇની તપાસ પણ રાજ્ય સરકારે ઝ્રમ્ૈંને સોંપવાનો ર્નિણય કર્યો છે.
આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ-૬ અન્વયે ઝ્રમ્ૈંને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તેની ગેંગના મુખ્ય અને અન્ય સભ્યોને પકડવા માટે દરોડા ચાલુ છે. ઈર્ંેંનું કહેવું છે કે રાજીવ કુમાર, પંકુ કુમાર અને પરમજીત સિંહની દેવઘરમાં બલદેવ કુમાર અને તેના સહયોગીઓને ડુપ્લિકેટ મોબાઈલ સિમ, ફોન અને ઘર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક ટેક્સી ડ્રાઈવર મુકેશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પટનાની અંદરના ૧૫ ઉમેદવારોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાંથી ચારની પૂછપરછ થઈ ચૂકી છે.


















Recent Comments