દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ પરીક્ષાની નવી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ પરીક્ષા, આગામી ૧૧ ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા સીબીટી સ્વરૂપમાં લેવામાં આવશે. દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ ની પરીક્ષા પહેલા ૨૩ જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પરીક્ષાની નવી તારીખ ૧૧ ઓગસ્ટના રોજ યોજવાની જાહેર કરવામાં આવી છે. દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ના પરીક્ષાર્થીઓ અધિકૃત વેબસાઇટ હટ્ઠંર્હ્વટ્ઠઙ્ઘિ.ીઙ્ઘે.ૈહ મા જઈને બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરીક્ષા અંગેના સૂચનાને ચકાસી શકે છે.
દર વર્ષે દેશભરમાં લગભગ ૫૨,૦૦૦ મેડિકલ ઁય્ બેઠકો માટે લગભગ બે લાખ સ્મ્મ્જી સ્નાતકો દ્ગઈઈ્ ઁય્ માટે પરીક્ષા આપે છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર, જૂનમાં યોજાનાર પરીક્ષા રદ કરવામાં આવી હતી, કારણ કે મંત્રાલય પરીક્ષા પ્રક્રિયાની મજબૂતતાને ચકાસવા અને પ્રક્રિયામાં કોઈ નબળાઈઓ ના રહે તેની ખાતરી કરવા માંગતુ હતું. દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૪ ની પરીક્ષા અગાઉ ૩ માર્ચે યોજાવાની હતી, પરંતુ તેને ૭ જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ લોકસભાની સામાન્ય ચૂંટણીઓને કારણે, દ્ગઈઈ્ ઁય્ પરીક્ષાની તારીખ ૨૩ જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. આ પરીક્ષા પણ મોકુફ રાખવામાં આવી હતી. જેની જાહેરાત પરીક્ષાના એક દિવસ પૂર્વે મોડી સાંજે ૨૨ જૂનના રોજ કરવામાં આવી હતી.
Recent Comments