બોલિવૂડ

Nepotism પર બાલીકા વધુ ફેમ અવિકા ગૌરનું મોટુ નિવેદન

અભિનેત્રી અવિકા ગૌર જેણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની પ્રતિભાથી જબરદસ્ત ખ્યાતિ મેળવી હતી. તેણીએ ટેલિવિઝન શો બાલિકા વધુમાં આનંદી તરીકેના અભિનયથી બાળ કલાકાર તરીકે ખ્યાતિ મેળવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ અન્ય લોકપ્રિય ટીવી શો સસુરાલ સિમર કામાં કામ કર્યું અને દક્ષિણ સિનેમાની ફિલ્મોમાં આગળ વધ્યા. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ૧૯૨૦ઃ હોરર્સ ઓફ ધ હાર્ટને લઈને ચર્ચામાં છે જે મહેશ ભટ્ટ દ્વારા લખાયેલ અને વિક્રમ ભટ્ટ દ્વારા નિર્મિત છે જ્યારે ક્રિષ્ના ભટ્ટે તેનું નિર્દેશન કર્યું છે. હાલમાં તે તેનો જાેરશોરથી પ્રચાર કરી રહી છે અને આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે સાઉથ સિનેમામાં ભત્રીજાવાદ પર પ્રતિક્રિયા આપી હતી. અવિકાએ ૨૦૧૩માં તેલુગુ ફિલ્મ ઉય્યાલા જામપાલાથી ટોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણીએ લક્ષ્મી રાવે મા ઈન્તિકી, સિનેમા ચોપિસ્તા માવા, થાનુ નેનુ, એકકાડીકી પોથાવુ ચિન્નાવાડા અને રાજુ ગારી ગઢી ૩ જેવી કેટલીક ફિલ્મો સાથે પોતાની જાતને સાબીત કરી છે.

આરજે સિદ્ધાર્થ કાનન સાથેના એક ઇન્ટરવ્યુમાં અવિકાએ કહ્યું, ‘જ્યારે સ્ટાર અને પાવરની વાત આવે છે ત્યારે આપણે સાઉથનું નામ સાંભળીએ છીએ. જ્યારે નેપોટીઝમની વાત આવે છે, ત્યારે આપણે બધા આ શબ્દ સાંભળીને કંટાળી ગયા છીએ…દક્ષિણમાં જબરદસ્ત નેપોટીઝમ છે, ત્યાં વસ્તુઓ બરાબર સમાન છે અથવા કહો તેવી ને તેવી જ છે… માત્ર પ્રેક્ષકોને તે જાેવાનું પસંદ નથી. જે રીતે તેઓ તેને અહીં જાેઈ રહ્યા છે. તે કહે છે કે બોલિવૂડ કરતાં વધુ નેપોટિઝમ છે પરંતુ હિન્દી ફિલ્મો સામે એક પક્ષપાત સર્જાઈ ગયો છે. અવિકા આગળ કહે છે, ‘હિન્દી ફિલ્મો માટે એક પક્ષપાત ઊભો કરવામાં આવ્યો છે કે, આપણે જે પણ બોલિવૂડ ફિલ્મો બનાવીશું, આપણે પહેલા તેનો ર્નિણય કરીશું… આ પક્ષપાત અહીં કાયમ માટે બનાવવામાં આવ્યો છે. મને લાગે છે કે, થોડા સમય પછી, અને જે આ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલ છે તે પણ સમજે છે કે, તે તબક્કો લાંબો સમય ચાલ્યો, જ્યાં સાઉથની ઘણી રીમેક બની. એટલા માટે લોકો એવું વિચારે છે કે અમે ફક્ત નકલ કરીએ છીએ. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ વિશે વધુ વાત કરતાં અવિકાએ કહ્યું, ‘આ નેપોટિઝમ તેલુગુ ઈન્ડસ્ટ્રીની સામે છે. મારો મતલબ છે કે લોકો તેને કેવી રીતે ન જાેવાનું પસંદ કરે છે? મને લાગે છે કે, લોકોએ આ બધાને થોડું પ્રમોશન આપ્યું છે. અને હું આશા રાખું છું કે સોશિયલ મીડિયા પણ રીલેક્સ થઈ જશે.. અવિકા ગોર હોરર ફિલ્મ ૧૯૨૦ હોરર્સ ઓફ ધ હાર્ટથી બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. વિક્રમ ભટ્ટની પુત્રી ક્રિષ્ના ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૨૩ જૂને સિનેમાઘરોમાં આવશે. આમાં અવિકા એક અલગ જ રોલમાં જાેવા મળશે, કારણ કે આ ફિલ્મ ભૂતની દુનિયાની આસપાસ ફરે છે.

Follow Me:

Related Posts