બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો, દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે મોકલ્યો તો પણ પકડાઈ ગયો
સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય રોડ જૂનાગઢ જવાનો હતો અને અગાઉ પણ બે વાર રો-રો ફેરી મારફતે દારૂ મોકલાયો હતો.ગાંધીનગર જીસ્ઝ્ર એ માહિતીના આધારે હજીરા રોડ ન્શ્ કંપનીના ગેટ નંબર ૨ પાસે સ્મશાન ભૂમિ પાસે ચેકપોઇન્ટ ઉભી કરી અને ટ્રાફિક જામમાં ઉભેલા કન્ટેનર સ્ૐ-૦૪ ઈરૂ-૨૧૬૩ને બાજુમાં ખેંચીને ચેકિંગ કર્યું હતું.
વિદેશી દારૂ અને બિયરના ૪૦૪ કેસમાંથી ૨૬.૬૩ લાખની કિંમતની ૧૦,૪૧૬ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ડ્રાઈવરની કેબિનમાંથી એરો ડાયનેમિક પ્લાસ્ટિક કંપનીનું ટેક્સ ચલણ અને ઈ-વે બિલ અને શુક્લા ટ્રાન્સપોર્ટના દસ્તાવેજાે મળી આવ્યા હતા. બંનેની પૂછપરછ દરમિયાન સંદીપે કબૂલાત કરી હતી કે, તે તેના વતન મિત્ર દીપક ઠાકુરના કહેવાથી ગઈકાલે સવારે દમણ ગયો હતો, ત્યારે દમણ કોસ્ટલ હાઈવે પર એક ડ્રાઈવરે તેને કન્ટેનર લઈ જવા કહ્યું હતું. નેશનલ હાઈવે ૪૮ પર. તેને ભાવનગર થઈને સુરત લઈ જાઓ અને ત્યાંથી હજીરા જાઓ અને રો-રો ફેરીમાં કન્ટેનર લઈને જૂનાગઢ પહોંચો. પરંતુ તેણે કબૂલાત કરી હતી કે તે જૂનાગઢમાં જે વ્યક્તિને કન્ટેનર આપવાનું છે તેને ત્યાં પહોંચ્યા બાદ તેના મોબાઈલ પર જાણ કરશે. નોંધનીય છે કે આ પહેલા પણ સંદીપ તેના ભાઈના કહેવાથી બે વખત દમણથી દારૂ ભરેલુ કન્ટેનર લાવ્યો હતો અને પલસાણા નજીકના નાયરા પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને જતો રહ્યો હતો.
Recent Comments