અમરેલી

માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા ધાણાની આવક..

આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ધાણા ધજડી ગામના ખેડુત ગોરધનભાઈ   ધનજીભાઇ દેવાણી એ મહેતા ભરતકુમાર દલીચંદના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ધાણાની આવકના આજ રોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ પ્રારંભ કરવામાં આવેલ  અને ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ધાણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી રુદ્ર એન્ટરપ્રાઈજ દ્વારા રૂા.૨૦૨૬/- ની ઊચી બોલી બોલીને ધાણા  ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો.

વેપારીઓના મતે આ વર્ષે ઘાણાની ગુણવત્તા સારી હોવાથી આગામી દિવસોમાં આવક વધવાથી પૂરેપૂરી શક્યતાઓ છે

અત્યારે શરૂઆતના તબક્કામાં ઓછી આવક છે પરંતુ આગામી ૧૦ થી ૧૫ દિવસોમાં આવક ચિક્કાર થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એપીએમસી તંત્ર દ્વારા આવકને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Posts