અમરેલી

સાવરકુંડલામાં વિકાસની નવી દિશા: ₹157 લાખના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરવામાંઆવ્યું

સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ૧૫૭ લાખો ના કામો જેમાં ગાધકડામાં ૧૨૩ લાખ,થોરડીમાં ૧૪
લાખ,દેતડ ગામમાં ૨૦ લાખ ના વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ના હસ્તે
લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરવામાં આવ્યું.
આ લોકાર્પણ તેમજ ખાતમુર્હત કાર્યર્કમ માં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ
વિકાસ કાર્યો સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સરકાર
ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુધારવા અને જનજીવનને વધુ સુવિધાજનક બનાવવા
કટિબદ્ધ છે.
આ લોકાર્પણ તેમજ ખાતમુર્હત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુંભાઈ કાછડીયા,તાલુકા
ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરિયા,જીલ્લ્લા પંચાયત સદસ્યશ્રીઓ શ્રી લાલભાઈ મોર,શ્રી શરદભાઈ
ગોંદાણી,માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનુભાઈ
ડાવરા,જીતુભાઈ ખુમાણ,દીપકભાઈ મકવાણા,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ
આદ્રોજા,ઉપપ્રમુખ શ્રી કિશનભાઈ ખુમાણ, મંત્રીશ્રી મહેશભાઈ ભાલાળા,વિપુલભાઈ શિંગાળા,સરપંચ

એસો.પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી,ભાજપ અગ્રણી શ્રી ભાવેશભાઈ ખુંટ,નારણભાઈ
નાકરાણી,લીખાળા ગામના સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા,ઉપ પ્રમુખ ગૌતમભાઈ ખુમાણ,ગાધકડા
ગામના શ્રી જેન્તીભાઈ કલાણીયા, સહીત વગેર ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા…

Related Posts