બદલાતા સમયની સાથે નવા સંબંધો પણ જોડાય છે,
જરૂરિયાત પડે ત્યારે જ દુશ્મન
પણ અજીજ મિત્ર જણાય છે.
સ્થિર અહીં કશું નથી અહીં ફરતાં ચકડોળ તણા સંજોગોની શેહમાં
જૂઓને કેવી રમત રમાઈ છે
નવા પથ પર ચાલીને જ નવી ઘણીવાર નવી મંઝિલ વરરાય છે.
–“પાંધી સર”
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિએ મધ્યપૂર્વના રાજકારણને એક નવા વળાંક પર લાવી દીધું છે. અત્યાર સુધી જે દેશો સુરક્ષા માટે પશ્ચિમી શક્તિઓ પર નિર્ભર હતા, તેઓ હવે સ્વનિર્ભરતા અને પ્રાદેશિક સ્થિરતા માટે એક મજબૂત ‘રીજનલ પાવર બ્લોક’ બનાવી રહ્યા છે. આ ગઠબંધનને નિષ્ણાતો ‘STEP Alliance’ (Saudi-Turkey-Egypt-Pakistan) તરીકે ઓળખાવી રહ્યા છે.
નવી વિશ્વ વ્યવસ્થાનો ઉદય?
આ ગઠબંધન માત્ર લશ્કરી સહાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એક સ્વતંત્ર ડિપ્લોમેટિક નેટવર્ક સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું છે. ઈસ્લામાબાદમાં મળેલી વિદેશ મંત્રીઓની બેઠક એ સ્પષ્ટ કરે છે કે હવે આ દેશો મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવા તૈયાર છે.
પાકિસ્તાનની ભૂમિકા: પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનિર અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા સક્રિય બન્યા છે.
તુર્કીની વ્યૂહરચના: તુર્કીની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સીઝફાયર (Ceasefire) કરાવવામાં પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી રહી હોવાના અહેવાલો છે.
સાઉદી અને ઇજિપ્ત: તેલના સપ્લાયમાં વિક્ષેપ અને અર્થતંત્ર પરના જોખમોને જોતા આ બંને શક્તિશાળી દેશો સ્થિરતાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ઇઝરાયલ અને અમેરિકા પર અસર
જો આ ગઠબંધન સફળ રહે છે, તો મધ્યપૂર્વમાં અમેરિકાનો એકહથ્થુ પ્રભાવ ઘટશે અને શક્તિનું સંતુલન બદલાશે. ઈઝરાયલ માટે પણ આ નવો પાવર બ્લોક ભવિષ્યની નીતિઓ ઘડવામાં મોટો પડકાર બની શકે છે.
જો કે ” મીંદડી ને દૂધ ભલાવવા જેવુ છે”.
વિશ્વ માટે.
આ દેશો ને હવાલે શાંતિ ભળાવી તે.
બાકી તો અસ્તિત્વના પ્રશ્ન કોઈપણ સંભાવના સ્વીકારવા મજબૂર કરે છે.” step” એ ” રીએકશન” પુરવાર થઈ શકે છે.
શાંતિની ” વેક્સિન ” નહીં.
જો કે બીજા શબ્દોમાં કહીએ તો ” હર્ડ ઇમ્યુનિટી”
જેવો પ્રયત્ન છે.
સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર થવું.
દરેક દેશ માટે અસંભવ છે.
” Nato” એટલે તો બન્યું હતું એટલે જ
કહેવાય છે કે “જરૂરિયાત એ શોધની માતા છે.” વર્તમાન પરિસ્થિતિએ આ દેશોને સાથે આવવા મજબૂર કર્યા છે. શું આ ગઠબંધન કાયમી શાંતિ લાવશે કે માત્ર સમય પૂરતો સમજુતી છે? તે તો આવનારો સમય જ કહેશે, પણ એટલું ચોક્કસ છે કે વિશ્વ હવે મધ્યપૂર્વ તરફ નવી નજરે જોઈ રહ્યું છે.
–“તિખારો” તીખો અને તમતમતો…
ટ્રમ્પ સાહેબને હવે ટેન્શન એ બાબતનું સતાવે છે કે ક્યાંક ” પાકિસ્તાન”ને ( ટ્રમ્પને બદલે) શાંતિનું નોબેલ પારિતોષિક મળી ન જાય.. ભાઈ,
વિરામ પાકિસ્તાને કરાવ્યો ને!
આખરે તો !
હેં!















Recent Comments