અમરેલી

દામનગર નગરપાલિકા માં નવનિયુક્ત ચીફ ઓફિસર વી જે ડેર નું મીડિયા કર્મી દ્વારા સન્માન

દામનગર નગરપાલિકા ખાતે નવ નિયુક્ત ચીફ ઓફિસર તરીકે નિમણૂક થતા વી જે ડેર નું દામનગર શહેર પત્રકાર સંઘ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું સરકારી કચેરી ઓમા અનેક ફરજો બજાવી ચૂકેલ વહીવટી તંત્ર માં નાયબ  મામલતદાર તાલુકા મામલતદાર સહિત પાલીતાણા ઈનચાર્જ પ્રાંત અધિકારી સુધી ની ફરજ દરમ્યાન ખૂબ ફિલ્ડ વર્ક અને ચીવટ સાથે નાના માં નાની વ્યક્તિ ઓ પણ સહેલાઈથી મળી શકે તેવા કર્મઠ અધિકારી ને દામનગર ચીફ ઓફિસર પદે નિયુક્તિ થતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન દ્વારા વી જે ડેર નું સન્માન સત્કાર  કરાયો હતો આજે દામનગર નગરપાલિકા ખાતે શહેર પત્રકાર સંઘ ના હોદેદારો એ નવનિયુક્ત ચીફ ઓફિસર વી જે ડેર નું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી 

Related Posts