રાષ્ટ્રીય

પૂણે ૨૦૨૩ના IED કેસમાં NIA દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના ૨ આતંકીઓની ધરપકડ

આતંકવાદ વિરોધી દેશમાં વધુ એક મોટી કાર્યવાહી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની ટીમ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ ૨૦૨૩ માં મહારાષ્ટ્રના પૂણેમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બનાવવા અને ટેસ્ટ કરાવવા મામલે ધરપકડ કરાઈ છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અબ્દુલ ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઇ છે. બંનેને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૨ના ઈમિગ્રેશન બ્યુરોએ તે સમયે પકડ્યા હતા જ્યારે તે ઈન્ડોનેશિયાના જાકાર્તાથી ભારત પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તે ઘણા સમયથી જાકાર્તામાં છુપાયેલા હતા. હવે એનઆઈએની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. દ્ગૈંછના સત્તાવાર નિવેદન અનુસાર, આ ધરપકડ ૨૦૨૩ માં પુણેમાં નોંધાયેલા એક કેસ સાથે જાેડાયેલી છે, જેમાં ૈંજીૈંજી સ્લીપર સેલ દ્વારા ૈંઈડ્ઢ બનાવવા અને પરીક્ષણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ કેસમાં અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાનને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા, અને દ્ગૈંછ એ તેમની ધરપકડ માટે પહેલાથી જ ૩ લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી. બંને આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ેંછઁછ) ની કલમ ૨૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Related Posts