ગુજરાત

નિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

બીએસઇ સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૨૯૩ સામે ૭૬૧૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૩૮૮ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૫૩ સામે ૨૩૧૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૯૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યો…સરેરાશ ૩૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જાેવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જાેવા મળી હતી, જાે કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૨-૧૩ ફેબ્રુઆરીની અમેરિકા મુલાકાતની પૂર્વ અમેરિકી ડોલર સામે રૂપિયાના વધુ પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ માર્કેટમાં બે દિવસમાં અંદાજીત પાંચ અબજ ડોલરનું જંગી વેચાણ કરતાં અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી રહી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.૧૬ લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ગયું હતું. પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૧૮ લાખ કરોડથી વધુનું ધોવાણ જાેવા મળ્યું છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગઈકાલે રૂપિયો ૮૭.૯૬ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યા બાદ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રૂપિયો ઝડપી રિકવર થયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડીટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, બેંકેકસ, કેપિટલ ગુડ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જાેવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૫ અને વધનારની સંખ્યા ૧૫૩૪ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨.૬૪%, ટાટા સ્ટીલ ૧.૬૫%, લાર્સેન લી. ૧.૫૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૧%, કોટક બેન્ક ૧.૩૫%, ટાટા મોટર્સ ૦.૯૯%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૮૩% અને ટેક મહિન્દ્ર ૦.૪૨% વધ્યા હતા, જયારે મહિન્દ્રા શ્ મહિન્દ્રા ૩.૨૦%, આઈટીસી લી. ૨.૧૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૨%, અદાણી પોર્ટ ૦.૮૮%, ટાઈટન કંપની ૦.૮૮%, ઈન્ફોસીસ લી. ૦.૭૦%, મારુતિ સુઝુકી ૦.૪૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર સામે દેશના વેપારઉદ્યોગને સલામત બનાવવા ભારત સરકાર કેટલાક દેશો સાથે તેની મુકત વેપાર કરાર વાટાઘાટને ઝડપથી હાથ ધરી કરાર કરવામાં ઉત્સુક બની છે. મુકત વેપાર કરારના કિસ્સામાં ભાગીદાર દેશો વચ્ચે ડયૂટીના દર નીચા રહે છે. ભારત હાલમાં યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુકત વેપાર કરાર અંગે વાટાઘાટ કરી રહ્યું છે. વેપાર કરારને કારણે કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ટ્રમ્પની ટેરિફ વોરને કારણે બજારો ખોરવાઈ રહી છે અને વૈશ્વિક વેપારમાં ચિંતા ઊભી થઈ છે.

સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર ૨૫% વધારાની ટેરિફ જાહેર કર્યા બાદ ટ્રમ્પ અમેરિકાના માલસામાન પર ઊંચી ટેરિફ ધરાવતા દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર વળતા ટેરિફ જાહેર કરવા યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં મુકત વેપાર કરાર એક સાનુકૂળ શસ્ત્ર હોવાનું સરકાર માની રહી છે. વેપાર કરારને કારણે વેપાર મર્યાદાઓ દૂર થઈ જાય છે અને ભાગીદાર દેશોને સરળ બજાર જાેડાણો મળી રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રથમ મુલાકાતમાં અમેરિકા સાથે જે શકય બની શકયા નહોતા તેવા લઘુ વેપાર કરાર કરવા ભારત પ્રયત્નો કરવા ધારે છે, ત્યારે અમેરિકા-ભારત વચ્ચેની મુલાકાત પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Follow Me:

Related Posts