ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૮૫ સામે ૮૧૦૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૫ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપદિવસ દરમ્યાન સરેરાશ ૮૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૭૧ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપસરેરાશ ૨૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તોપ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સના નામે રશીયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી, ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અને છેલ્લે પાકિસ્તાન સાથે તેના ઓઈલ ભંડારોને અમેરિકા દ્વારા વિકસાવવાની ડિલ કરતા તેની નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અલબત ભારતથી થતી સ્માર્ટફોન, સેમી – કન્ડકટર્સ, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજાે અને ફાર્માસ્યુટિકલ્સની આયાતો પર હાલ તુરત ટેરિફ નહીં લાદવામાં આવ્યાના અહેવાલોએ એટલા અંશે રાહત છતાં ટ્રમ્પ વધુ ક્યાં આકરાં પગલાં લેશે અને ભારતના વળતાં શું પગલાં લેવાય છે એના પર નજર સાથે આજે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી રાખવાના લીધેલા ર્નિણય અને અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાત બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના શંકાસ્પદ હસ્તક્ષેપને કારણે શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલના સ્ટોકમાં વધારો અને મંદ માંગને પરિણામે ક્રુડઓઈલના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટપ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર એફએમસીજી સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૧૮ અને વધનારની સંખ્યા ૧૨૯૭ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટ્રેન્ટ લિ. ૩.૨૪%, એશિયન પેઈન્ટ ૧.૪૦%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૧૭%, આઈટીસી લિ. ૧.૧૪%, કોટક બેન્ક ૦.૮૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૪.૪૯% ટાટા સ્ટીલ ૩.૦૪%, મારુતિ સુઝુકી ૨.૬૫%, ટાટા મોટર્સ ૨.૬૦%, ઇન્ફોસિસ લિ. ૨.૫૨%, અદાણી પોર્ટસ ૧.૯૧%, ભારતી એરટેલ ૧.૭૪%, ટેક મહિન્દ્રા ૧.૭૧% અને બજાજ ફિનસર્વ ૧.૬૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૨૦ લાખ કરોડ ઘટીને ૪૪૪.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશાપ.
મિત્રો, અમેરિકા દ્વારા ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ભારતમાંથી આવતા માલ પર ૨૫% ટેક્સ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેનાથી વિશ્વભરના બજારો અને રોકાણકારોને એક આંચકો આવ્યો છે. આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે. ઉપરાંત, તે ભારતના આર્થિક વિકાસ દર, નિકાસ વ્યવસાય અને કંપનીઓની કમાણીને અસર કરી શકે છે. ટેરિફ લાદવાની જાહેરાત રિઝર્વ બેંક માટે નવા પડકાર સમાન છે. આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સક્સના મત મુજબ જાે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફ મોટી અસર દર્શાવવાનું શરૂ કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાનું દબાણ આવી શકે છે. નોમુરાના મતે, ઓગસ્ટમાં જ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સંભાવના છે.
અમેરિકાએ ભારત પર ઊંચો ટેરિફ લાદતા શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા તરફી વલણ અને અસ્થિરતાની શક્યતા પ્રબળ બની હોવાનું વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ જણાવ્યું હતું. ગોલ્ડમેન સક્સના મત મુજબ આ ટેરિફની સીધી અસર ઓછી હોઈ શકે છે, પરંતુ તે સમગ્ર બજારના વાતાવરણ અને વિદેશી રોકાણકારોના વિશ્વાસ પર નકારાત્મક અસર કરી શકે છે. ગોલ્ડમેને ૨૦૨૫ અને ૨૦૨૬ માટે કંપનીઓની કમાણીમાં ૧૨% અને ૧૪% વૃદ્ધિનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ તેમાં ઘટાડાનું જાેખમ પણ છે. નોમુરાના મતે, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો હાલમાં સીધી અસર કરશે નહીં, પરંતુ જાે તેમના પર અલગ ટેરિફ લાદવામાં આવશે, તો તેમના નફા પર અસર થઈ શકે છે.
તા.૦૪.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભેપ
• તા.૦૧.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ જ્ર ૨૪૬૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૭૦ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જાેઇએપ.!!!
નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

















Recent Comments