રાષ્ટ્રીય

નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે!!

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૪ સામે ૭૧૪૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૪૨૫ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપદિવસ દરમ્યાન સરેરાશ ૧૯૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૫૮ સામે ૨૨૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપસરેરાશ ૪૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તોપ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચીન, કેનેડા જેવા દેશો જવાબી કાર્યવાહી કરતા વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ કડાકાની સ્થિતિ જાેવા મળી હતી. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એપ્રિલ માસમાં એફપીઆઇની વેચવાલી યથાવત રહેતા અને ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણે વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતના ઇન્ડેક્સ સેન્સેક્સમાં અંદાજીત ૨૨૦૦ પોઈન્ટથી વધુનો તેમજ નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૬૯૦ પોઈન્ટથી વધુનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો.
જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પની આકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતા આજે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો જાેવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જાેવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૧૫ અને વધનારની સંખ્યા ૫૭૦ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૫% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૭.૭૩%, લાર્સેન લિ. ૫.૭૮%, ટાટા મોટર્સ ૫.૫૪%, કોટક બેન્ક ૪.૩૩%, મહિન્દ્રા શ્ મહિન્દ્રા ૪.૧૧%, ઈન્ફોસીસ લિ. ૩.૭૫%, એકસિસ ૩.૭૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૫૪% અને એચસીએલ ટેક્નોલોજી ૩.૨૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશાપ.
મિત્રો, ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરુ કરી વિશ્વભરમાં ટ્રેડવૉર શરુ થઈ ચુકી છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધવાની શક્યતાએ કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટાડો જાેવા મળી શકે છે. જેના પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. એક અંદાજ મુજબ અમેરિકાની ટ્રેડ નીતિના કારણે મોંઘવારીમાં પણ વધારો થવાના પરિણામે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જાેવા મળી શકે છે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના ૨૬% રેસિપ્રોકલ ટેરિફના કારણે ૬.૩%થી ઘટાડી ૬.૧% કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફઆઇઆઇ ફરી પાછી વેચવાલી નોંધાવી રહ્યા છે ત્યારે આરબીઆઇની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં જીડીપી ગ્રોથને ટેકો આપવા માટે વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જાેવા મળી રહી છે.
ૈંહદૃીજંદ્બીહં ૈહ જીષ્ઠેિંૈૈીજ દ્બટ્ઠિાીં ટ્ઠિી જેહ્વદ્ઘીષ્ઠં ર્ં દ્બટ્ઠિાીં િૈજાજ. ઇીટ્ઠઙ્ઘ ટ્ઠહઙ્ઘ ટ્ઠખ્તિીી ડ્ઢૈજષ્ઠઙ્મટ્ઠૈદ્બીિ ટ્ઠહઙ્ઘ િીઙ્મટ્ઠંીઙ્ઘ ટ્ઠઙ્મઙ્મ ંરી ર્ઙ્ઘષ્ઠેદ્બીહંજ ષ્ઠટ્ઠિીકેઙ્મઙ્મઅ હ્વીર્કિી ૈહદૃીજંૈહખ્ત, દ્બીહંર્ૈહીઙ્ઘ ર્હ ુુુ.હૈારૈઙ્મહ્વરટ્ઠંં.ૈહ

Related Posts