વિડિયો ગેલેરી

સાવરકુંડલામાં ઉજવાયો સંતશ્રી મહાત્મા મુળદાસજી નો નિર્વાણ દિવસ

ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામચંદ્રજી નો જન્મ મહોત્સવ સાથે સાથે આ જ દિવસે લુહાર જ્ઞાતિ કુલભૂષણ સંત શ્રી મહાત્મા મૂળદાસજી નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે લુહાર યુવા ગ્રુપ દ્વારા સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.   સાવરકુંડલામાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજી ની ભવ્ય શોભાયાત્રા ના આયોજનમાં સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ સંત શ્રી મહાત્મા મુળદાસજી ની પ્રતિમા સાથે શોભાયાત્રામાં જોડાયુ હતું. લુહાર યુવા ગ્રુપ સંતશ્રી મહાત્મા મુળદાસજી ની પ્રતિમા સાથે શોભાયાત્રામાં જોડાયું એ દરમિયાન સાવરકુંડલા તાલુકાના સમસ્ત લુહાર પરિવાર તેમજ સાવરકુંડલા શહેરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts