મુંબઈમાં નીતા અંબાણીના દ્ગસ્છઝ્રઝ્ર લૉન્ચ સેરેમનીમાં તેઓની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણી પણ સજીધજીને પહોંચ્યા હતા. આ કપલ ઓલ-બ્લેક પોશાકમાં જાેવા મળ્યું હતું. બંને પતિપત્નીએ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. અનંત અંબાણી કુર્તા-પાયજામામાં શોભી રહેલા જાેઈ શકાય છે, જ્યારે રાધિકા મર્ચન્ટે પણ બ્લેક સાડી પહેરેલી હતી. આ કપલે સ્થળે પહોંચીને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો હતો.
બીજી તરફ, અનંત અંબાણીએ ચાંદીના બટન અને બ્રોચ પણ સરસ રીતે લગાવ્યા હતા. આ જાેડી પહેલા બિઝનેસમેન અને નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા પણ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. પિતા-પુત્રીની જાેડી પણ સાંસ્કૃતિક પોશાક પહેરીને આવેલી દેખાઈ હતી. ઈશા સુંદર શ્વેત વસ્ત્રોમાં જાેવા મળી હતી, જ્યારે તેના પિતા કાળા સૂટમાં જાેવા મળ્યા હતા.
શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ પણ આ ખાસ પ્રસંગે ફોટો પડાવ્યો હતો, બંનેએ સુંદર પોશાક પહેર્યો હતો. આકાશે ગ્રીન કુર્તા કોમ્બો પહેર્યો હતો જ્યારે શ્લોકાએ સાડી પહેરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની ગોળધાણા રસમથી સગાઈ થઈ હતી.
Recent Comments