હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષી શેત્રુંજી સિંચાઇ યોજનાની નહેરના કાંઠા વિસ્તારની બાઉન્ડ્રીમાં પ્રવેશ કરવો નહીં

શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવિ – ઉનાળુ ૨૦૨૪-૨૫ ની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. અને શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, હોળી ધુળેટીના આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી કેનાલ બાઉન્ડ્રીમાં પ્રવેશ ન કરવાની સુચના આપવામા આવે છે. જો કોઇ જાનહાની કે અન્ય કોઇ આકસ્મિક બનાવ બને તો સિંચાઇ ખાતાની જવાબદારી રહેશે નહી, જેની જાહેર જનતાએ નોંધ લેવી તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, ભાવનગર જળસિંચન વિભાગ ભાવનગરની યાદીમા જણાવેલ છે.
Recent Comments