કોઈ ની પણ સાડીબારી ન રાખતા લોકશાહી ના આરવ કલમ નવેશી જગદીશ મહેતા ની દુર્ગા એવોર્ડ માટે પસંદગી
બીઈંગ જગદીશ મહેતા, એટલે કે ટીવી ડિબેટના સુપરસ્ટાર જગદીશ મહેતા હોવુ એટલે શું…લેખક-મહેન્દ્ર બગડાજે લોકો નિયમિત રીતે ગુજરાતી ટીવી ચેનલ જુએ છે અને તેમાં પણ ખાસ કરીને પોલિટીકલ એનાલીસીસ જોવાના શોખિન ગુજરાતી પુરુષો છે તેમને એક નામ ખાસ યાદ હોય છે અને તે નામ છે કપાળ પર તિલક કરેલુ, પરશુરામની મીની આવૃતિ જેવા આક્રમક અને ચમકતા ચહેરાવાળા જગદિશ મહેતાનુ.છેલ્લા બાર પંદર વર્ષથી ટીવી નાઈન ગુજરાતી, એબીપી અસ્મિતા કે પછી સંદેશ , ઝી કે પછી બીજી અન્ય ચેનલો પર જ્યારે જ્યારે પોલિટીકલ, કે સોશિયલ ટોપીક પર ડિબેટ થાય ત્યારે એક નામ કોમન હોય અને તે પણ ફરજિયાત હોય તે નામ એટલે રાજકોટમાં રહેતા વરિષ્ઠ પત્રકાર જગદિશ મહેતાનુ.ટીવીમાં ટીઆરપી લાવવા માટે આ નામ ખુબ જ જરુરી અને ફરજિયાત છે. જગદિશ મહેતાને ટીવીનાઈન ગુજરાતી પર સૌથી વધુ ડિબેટમાં લઈ આવવાનો શ્રેય જેમને હમણા જ શ્રેષ્ઠ રિપોર્ટરનો એવોર્ડ મળ્યો તે મોહિત ભટ્ટને શિરે જાય છે.ટીવીનાઈનની ઓફિસે મોહિત લગભગ કાયમ જગદિશ મહેતાને લાઈવમાં બેસાડે અને મહેતા સાહેબ ડીબેટમાં હોય એટલે શો સફળ એ ગેરેંટી.અદ્દભુત વાકછટા, ગંભિર વિષય પર સાવ કોઠા સુઝથી બોલવાની લાક્ષણિકતા અને પાંત્રીસ વર્ષ સુધી પત્રકારત્વ કર્યાનો અનુભવનો નિચોડ. જગદિશ મહેતા હોય એટલે એન્કરને નીરાંત કે આ માણસ ભલભલાના કપડા ઉતારી લેશે, સારુ કામ કર્યુ હશે તો માથા પર છોગુ બાંધી દેશે અને જો ક્યાંય અપ્રમાણિકતા કરી હશે તો ઉભોને ઉભો ચિરી દેશે,નખશીખ ક્રોધિત બ્રાહ્મણ લાગતો આ માણસ અંગત સંબંધોમાં ભયંકર ઉર્મીશીલ અને સહૃદયી છે. ડિબેટમાં મળતા જગદિશ મહેતા અને રુબુરુ અને ફોન પર મળતા જગદિશ મહેતા બે અલગ દૂનિયાના માણસ છે.ખેર, જગદિશ મહેતા માટે આ આર્ટીકલ એટલે લખવો પડ્યો કે આ માણસને કોઈની પડી નથી, કોઈની સાડીબારી રાખતા નથી પરંતુ તેમને એક પ્રતિષ્ઠીત એવોર્ડ મળ્યો છે.દુર્ગા એવોર્ડથી તેમને આ વખતે સન્માનવામાં આવ્યા છે. આમ તો તેને પરશુરામ એવોર્ડ મળવો જોઈએ પરંતુ, ખેર દુર્ગા અવતાર પણ આક્રમક તો છે જ એટલે આ એવોર્ડ મળ્યાના હરખમાં લાગ્યુ કે જગદિશ મહેતા પર લખવુ જોઈએ.
હાલ તો જગદિશ મહેતા ગુજરાત સૌરાષ્ટ્રામાં સૌથી વધુ લોક્પ્રિય અને સેલીબ્રિટી છે અને તેનુ કારણ યુ ટ્યુબ અને ફેસબુક ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયામાં તેમના વિડિયો. લગભગ દરકે કોમન માણસ કોઈ પણ ઘટના કે દુર્ઘટના પર પાનના ગલ્લે ચર્ચા કરે ત્યારે એક વાત અચુક કહે કે ઓલા કપાળ પર ટીલુ કરેલા જગદિશનુ સાંભળ્યુ, બાપુ…છોતકા કાઢિ નાખ્યા. ભુપેન્દ્ર પટેલ હોય કે હોમ મિનીસ્ટર કે પછી ટોચના બ્યુરોક્રેટ..જગદિશ મહેતાના તાપથી તમે બચી ના શકે.એક સમય હતો અમે જ્યારે નવા નવા વાંચતા શીખ્યા ત્યારે એક મરદનુ ફાડિયુ હતુ જેના અમે આજીવન દિવાના રહ્યાં અને એ નામ એટલે બક્ષીબાબુ. ચંદ્રકાંત બક્ષી પછી કોઈ એવા માણસ ગુજરાતી પત્રકારત્વમાં આવ્યા નહી જેના નામથી લોકો ગર્વ અનુભવે, હવે તેની નજીક જગદિશ મહેતા જઈ રહયાં હોય તેવુ લાગી રહ્યું છે. અને આ મને એકને નહી અનેક લોકો કહે છે કે જગદિશ મહેતામાં એ ચાર્મ દેખાઈ રહ્યો છે.યુ ટ્યુબમાં ફુરતે જગદિશ મહેતાની દિલધડક ડિબેટ અને ફટકાબાઝી જોતા દર્શકો અને વાચકોને ખબર નહી હોય કે જગદિશ મહેતા કંઈ અમથુ નથી થવાતુ.આ માણસ લોહીનુ પાણી કરે છે, ત્યારે તેમના હેડલાઈન અખબારના વાચકો અને ટીવી ડિબેટના દર્શકોને એટલી માહિતી આપે છે.જ્યારે આખી દૂનિયા સુતી હોય છે ત્યારે વહેલી સવારે ચાર વાગે, જી હાં…દર રોજ…એક પણ દિવસ પાડ્યા વગર જગદિશ મહેતા મસકળે ચાર વાગે ઉઠી જાય છે. પોતાના અખબાર જેમાં તે એડિટર છે તેમને પ્રગટ કરવા માટે પ્રથમ બે કલાક દૂનિયા આખીની દરેક અને લેટેસ્ટ અપડેટ વાળી વેબ સાઈટ જોઈ લે છે.ત્યાર બાદ કરન્ટ ટોપિક પર નજર નાંખી પોતાનુ મહત્વનુ અને પ્રથમ કર્તવ્ય એવુ અખબાર સેટ કરે છે.ત્યારે પછી તેને વિશ્વાસ હોય છે કે ઓછામાં ઓછી ચાર ટિવી ચેનલ અને ચાર યુ ટ્યુબ પોડકાસ્ટ ચેનલ તેને કોઈને કોઈ ટોપિક પર લાઈવમાં બેસાડશે જ એટલે તેના માટે અપડેટ અને માહિતી મેળવે છે.વહેલી સવારે ચારથી રાત્રીના દસ વાગ્યા સુધી આ માણસ લોહનુ પાણી કરે છે ત્યારે સેંકડો વાચકો અને દર્શકોને ન્યુઝ અને તે પણ સચોટ ન્યુઝ અને ન્યુઝનુ પરિક્ષણ પુરુ પાડે છે.જગદિશ મહેતા બક્ષીબાબુના નકશે કદમ પર ચાલે છે. કોઈ વસ્તુ તેમને થોડી, ઓછી કે ફુલ નહી ને ફુલની પાંખડી વગેર નથી ફાવતી. તેમને ભરુપુર અને આખો દરિયો જ ખપે નહી તો કંઈ પણ ન ચાલે.તેમના કેટલાક ક્વોટ ઓસ્કાર વાઈલ્ડને ટક્કર મારે તેવા હોય છે, વચ્ચે તેઓ કોઈકને વટ અને જીવનમાં ઉચાં ટેસ્ટ વિશે સમજાવતા હતા તો બોલ્યા કે ભાઈ ક્યારેય એમ થાય કે સાલુ ડુબી મરવુ છે તો જ્યાં ત્યાં ના ડુબાય, બિસલેરીનુ પાણી નાના તળાવમાં ભરી તેમાં ડુબકી મારવી જોઈએ..તો દુર્ગા એવોર્ડ માટે અભીનંદન. દુર્ગા એવોર્ડને પણ થતુ હશે કે વાહ, યોગ્ય વ્યક્તીના ધેર કે ઓફિસમાં જઈશ.ફરી એક વખત, જગદિશ મહેતા થવુ એટલે…લોહિનુ પાણી કરવુ, વટ ન મુકવો, કોઈની સાડાબારી નહી અને ન્યુઝ જેવી પ્રમાણમાં અરસિક ઘટનાઓને કાવ્યાત્મક અને ગઝલનુમા અંદાજમાં રજુ કરવાની કળા…લેખક-મહેન્દ્ર બગડા
Recent Comments