રાષ્ટ્રીય

“જેલમાં જાતિવાદ નહીં ચાલે” : ભારત સરકારનું મોટું પગલું

કેન્દ્ર સરકારે જેલોમાં જ્ઞાતિ ભેદભાવ દૂર કરવા મહત્વનો ર્નિણય લીધો સુપ્રીમ કોર્ટે આપેલા ર્નિણયના પ્રકાશમાં લઈને કેન્દ્ર સરકારે જેલોમાં જ્ઞાતિ-ભેદભાવ દૂર કરવા જેલ સુધારણા સેવા અધિનિયમમાં નવા ફેરફારો પર ધ્યાન આપવા અને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો જેલોમાં જ્ઞાતિ ભેદભાવ દૂર કરવા કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શક્ય તેટલી વહેલી તકે નવા ફેરફારો પર ધ્યાન આપવા અને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. સમગ્ર મામલો જણાવીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ્ઞાતિવાદનું ઝેર કેટલું પ્રચલિત છે તેની વિસ્તૃત સુનાવણી થોડા મહિના પહેલા જ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. ત્યારે કોર્ટે આપેલા ર્નિણયના પ્રકાશમાં, ગૃહ મંત્રાલયે વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૩ માટે જેલ મેન્યુઅલ અને જેલ સુધારણા સેવા અધિનિયમમાં સુધારો કર્યો છે. આ દ્વારા, રીઢા ગુનેગારની હાલની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેલોમાં હાજર જાતિ આધારિત ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શક્ય તેટલી વહેલી તકે નવા ફેરફારો પર ધ્યાન આપવા અને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. સરકારનું આ પગલું સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી રિટ પિટિશન પરના ર્નિણય બાદ લેવામાં આવ્યું છે. સુકન્યા શાંતા વિરુદ્ધ ભારત સરકારના નામે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. આ ઐતિહાસિક ર્નિણયમાં સુપ્રીમ કોર્ટે ૩ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કેન્દ્ર સરકારને કેટલીક માર્ગદર્શિકા આપી હતી. પત્રકાર સુકન્યા શાંતા કાયદા અને સામાજિક મુદ્દાઓ પર રિપોર્ટિંગ માટે જાણીતી છે.

તેણે ભારતીય જેલો અને ત્યાં રહેતા કેદીઓ વિશે વિસ્તૃત રિપોર્ટિંગ કર્યું છે. સુકન્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને જેલમાં જાતિ ભેદભાવ અંગે સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે મુક્ત કરાયેલી જાતિઓ એટલે કે સમુદાયો અથવા લોકો કે જેઓ એક સમયે જન્મથી ગુનેગાર માનવામાં આવતા હતા, તેઓ હજુ પણ જેલમાં જાતિ આધારિત ત્રાસનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ૩ ઓક્ટોબરે આ મામલામાં પોતાનો ર્નિણય સંભળાવ્યો હતો. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ૧૧ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી. કોર્ટ પાછળથી તે નિયમો અને જાેગવાઈઓને ફગાવી દીધી જે જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપતા હતા. ત્યારે ત્રણ જજાેની બેન્ચે કહ્યું હતું કે ભારતીય જેલોમાં જાતિના આધારે ભેદભાવ વહેલામાં વહેલી તકે ખતમ થવો જાેઈએ હવે ભારત સરકારે એ જ દિશામાં પગલાં લીધાં છે.

Follow Me:

Related Posts