અમરેલી

નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી માટે તા.૨૭ જાન્યુઆરીથી તા.૦૧ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

અમરેલી તા. ૨૫ જાન્યુઆરી૨૦૨૫ (શનિવાર)  ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલાજાફરાબાદચલાલાલાઠીઅમરેલીસાવરકુંડલાદામનગર નગરપાલિકા તેમજ બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂનાબાબરા તાલુકા પંચાયતની કરિયાણાધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરીએ અને મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીએ યોજાશે. 

આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત  તા. ૨૭.૦૧.૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તા.૦૧.૦૨.૨૦૨૫ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી

તા.૦૩.૦૨.૨૦૨૫ના રોજ થશે,  ઉમેદવારી પત્રો પરત ખેંચી લેવાની અંતિમ તારીખ  તા.૦૪.૦૨.૨૦૨૫ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીનું મતદાન તા.૧૬.૦૨.૨૦૨૫ના રોજ થશે જ્યારે પુન: મતદાન (જરુર જણાય તો) તા.૧૭.૦૨.૨૦૨૫ના રોજ થશે. ચૂંટણીની મતગણતરી ૧૮.૦૨.૨૦૨૫ના રોજ થશે જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ૨૧.૦૨.૨૦૨૫ના રોજ થશે.

Related Posts