fbpx
ગુજરાત

રોડ-રસ્તા, સફાઈ અને દબાણો સહિતની કામગીરી ન થતા મ્યુ. કમિશનરે આસિ. કમિશનરોને ખખડાવ્યાં

શહેરમાં રોડ-રસ્તાની કામગીરીને લઈને ફરી એક વાર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ ઉપર નારાજગી વ્યક્ત કરી છે. કમિશનર રિવ્યુ મિટિંગમાં રોડ અંગેની કામગીરીની ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન રોડની કામગીરી શરૂ કરવા અંગેનો વર્ક ઓર્ડર આપ્યા વિના જ કામગીરી મૌખિક સૂચનાથી ચાલુ કરી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વિજિલન્સ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, રોડની કામગીરીમાં વર્ક ઓર્ડર આપ્યા વિના જ કામગીરી શરૂ કરાવી દેવાય છે, જેના કારણે ૬૦ દિવસની વેલિડિટિ નક્કી થતી નથી અને કામગીરી સમયસર પૂરી ન કરી શકતા હોવાના કારણે પેનલ્ટી પણ થતી નથી. મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ બેઠક દરમિયાન વિજિલન્સ વિભાગના અધિકારીએ રોડની કામગીરીમાં ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી લાલિયાવાડીને લઈને ખુલાસો કરવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતાં.

જેમાં કમિશનરે જણાવ્યું હતું કે, આ બધું કેવી રીતે ચાલે છે? જાે તમે વર્ક ઓર્ડર ના આપો તો ૬૦ દિવસની તેની સમય મર્યાદા કેવી રીતે નક્કી થાય? તમે પેનલ્ટી કેવી રીતે કરશો? જેથી હવે શહેરના તમામ રોડની કામગીરીમાં પહેલા વર્ક ઓર્ડર આપી ત્યારબાદ જ કામગી રી શરૂ કરાવવાની સૂચના આપી હતી. જાે સમયસર કામગીરી પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીને પેનલ્ટી કરવા પણ જણાવ્યું હતું. રિવ્યુ મિટિંગમાં કમિશનરે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને પણ આડેહાથ લીધા હતા. દરેક વિસ્તારમાં વોર્ડમાં નાની-મોટી કામગીરીમાં પ્રશ્નો સામે આવ્યા હતા. રોડ રસ્તાથી લઈને સફાઈ, દબાણો અને અલગ અલગ કામગીરી કરાવવા અંગેની જવાબદારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને સત્તા આપવામાં આવી છે, છતાં પણ યોગ્ય કામગીરી જાેવા મળતી નથી. જેથી મ્યુનિસિપલ કમિશનર ખૂબ જ નારાજ થયા હતા અને તેઓએ એટલે સુધી કહી દીધું હતું કે, જાે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને કામગીરી ના કરવી હોય તો હું એમની પાસેથી તમામ સત્તા પાછી લઈ લઈશ. તમે આસિસ્ટન્ટ કમિશનરોને જવાબદારી સોંપી હોવા છતાં પણ તેમની કામગીરીથી કમિશનર ખૂબ નારાજ છે.

Follow Me:

Related Posts