દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગ તથા દામનગર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વાય. આર. રાવલ ના માર્ગદર્શન તળે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો ત્રણ દિવસનો બિન નિવાસી કેમ્પ એમ.સી.મહેતા હાઇસ્કુલ દામનગર ખાતે યોજાયો. આ કેમ્પ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગ, મોટીવેશન સેમિનાર, આપત્તિ વ્યવસ્થાપન, બાળ સુરક્ષા , ચિત્ર ,રમત ગમત , સ્વછતા ,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરી પોલીસ કેડેટના બાળકોને. ઉચ્ચ જીવન મૂલ્યો અને શ્રેષ્ઠ નાગરિક તરીકેની ભૂમિકા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં દામનગર શહેરની દામનગર પે સેન્ટર શાળા નં -1 (ગ્રીન સ્કૂલ) ના ધોરણ આઠ અને એમ.સી.મહેતા હાઇસ્કુલના ધો.નવના બાળકોને આ તાલીમ આપવામાં આવી આ બાળકોની સાથે કોમ્યુનિટી પોલીસ ઓફિસર આર.ડી હેલૈયા તથા ઋતિકાબેન ગૌસ્વામી તેમજ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પ્રજ્ઞાબેન જાડેજા તેમજ શાળાના આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી તથા શૈલેષભાઈ વિસાણી દ્વારા બાળકોને આ કેમ્પમાં જરૂરી માર્ગદર્શન તથા સહકાર આપવામાં આવ્યો.
દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો


















Recent Comments