રાષ્ટ્રીય

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં  ગૌ ધામ કોટીયા – કુંઢડા આશ્રમ દ્વારા અન્નક્ષેત્રની અવિરત સેવા 

પ્રયાગરાજમાં ચાલી રહેલાં વિશ્વના વિરાટ મહાકુંભ મેળામાં આવી રહેલા સૌરાષ્ટ્ર , ગુજરાત સહિત સર્વત્રથી આવતા સાધુ, સંતો અને સૌ યાત્રિકો માટે શંભુ પંચ દશનામ જૂના અખાડા,  (જૂનાગઢ) તેમજ ભાવનગર જિલ્લાના તળાજા નજીક મહુવા તાલુકામાં આવેલાં ગૌ ધામ કોટીયા-કુંઢડાના મહંત, થાણાપતિ લહેરગુરીબાપુ દ્વારા પ્રસાદ તેમજ ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં સેક્ટર નંબર 20, કાલી રોડ ખાતે સ્વયંસેવકોની સેવા સાથે શ્રદ્ધાળુ ભાવિકો તેમજ યાત્રાળુઓ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. અહીં અન્નક્ષેત્ર ની અવિરત સેવા શરૂ રહી છે.

Related Posts