અમરેલી જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ૨
ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી “અહિંસા થી એકતા” યોગ શિબિર યોજાઈ. જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સાગરભાઈ મહેતા, ડા. નિકિતા પંડ્યા અને યોગ ટ્રેનર રાહુલભાઈ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તથા બંદીવાનોને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેલ અધિક્ષક એ.એન. પરમાર અને જેલર જાવેદ ચાનીયાનીના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં ભાગ લેનારોએ સ્વાસ્થ્ય તથા માનસિક શાંતિમાં નોંધપાત્ર લાભ અનુભવ્યો હતો.
અમરેલી જિલ્લા જેલમાં “અહિંસા થી એકતા” યોગ શિબિરનું સફળ આયોજન કરાયું





















Recent Comments