ગુજરાત

ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં મનોરમ ટ્રસ્ટ ગાંધીનગર અને પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સહયોગ થી શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુરમાં નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ

સંખેડા બહાદરપુર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને પ્રયોગ પોથી, વિજ્ઞાન પોથી, નકશા પોથી, ગ્રાફ પોથી તથા ધોરણ ૧ ના બાળકોને પહેલું કદમ દેશી હિસાબ અને દફ્તર નું વિતરણ કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકાની દસ થી વધારે પ્રાથમિક શાળાઓમાં પહેલું કદમ અને દફ્તરનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી

તેમની શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો હતો. મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ તથા પરમાર્થ ટ્રસ્ટ સુરત સી.કે. અમીન ફેમિલી ટ્રસ્ટ-યુએસએ ના સહયોગથી અનેક વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ નોટબુક અને ચોપડાં મળી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા અને આત્મવિશ્વાસ મળશે.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શ્રી નીલય કે પંચાલ દ્વારા પૂ.માર્ગીયસ્મિત સ્વામીજી નું હાર્દિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સમાજપ્રતિની જવાબદારી માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પૂ.સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં તેઓના શિક્ષણમાં બહાદરપુરના શિક્ષકનો ફાળો હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે બાળકોને ખૂબ જ લગન થી શૈક્ષણિક કાર્યમાં રુચિ રહીને પોતાની તથા પોતાના પરિવારને શિક્ષણ થકી પ્રગતિ કરવાનું આહવાન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું કે વિવિધ સમાજના સૌજન્યથી શાળા પરિવારને બાળકોના ભવિષ્ય માટે આવા પ્રેરણાદાયી કાર્યો કરવાનો અવસર મળે છે અને આ યોગદાન અન્ય માટે પણ પ્રેરણાસ્રોત બનશે.કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા સદર દાન કારક પરિવારનું શાળા પરિવાર તરફથી સન્માન કરીને તેમનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમનું સંચાલન ઉ.માં વિભાગના કિરીટભાઈ સમાયા એ કર્યું હતું કેળવણી વિષયક મનનીય વક્તવ્ય આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા વિદ્યાર્થી ઓ 

Related Posts