ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ તથા
ધોરણ-૧૧માં પ્રવેશ અંગેની વર્ષ-૨૦૨૬-૨૭ માટેની પરીક્ષા લેવાનાર છે.
આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા
વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડા તત્વો એકઠા થઈ
પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભાવનગર
જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ તેમને મળેલ અધિકારની રૂઈએ આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ જવાહર
નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા નિયત કરાયેલાં પરીક્ષા કેન્દ્રો ખાતે નીચે મુજબનાં પ્રતિબંધો ફરમાવ્યા છે.
જેમાં પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા
વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે
લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય
ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી
વધુ માણસો એકઠાં થવા પર, તેમજ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય
કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે.
સદરહું જાહેરનામું ઉક્ત જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવાં પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને
પણ લાગું પડશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા
થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી
નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકાર રહેશે.
ભાવનગરમાં આગામી તા.૭ ફેબ્રુઆરીએ યોજાનાર જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૯ તથા ૧૧માં પ્રવેશ અંગેની પરીક્ષાને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ


















Recent Comments