ભાવનગર

ભાવનગર શહેર/જિલ્લામાં જાહેર કે ખાનગી સ્થળોએ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન,પરફેક્ટ રોલના સંગ્રહ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

હાલમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઇન શોપીગ પ્લેટફોર્મ (એમેઝોન,ફ્લિપકાર્ટ), એન્ટી ડ્રગ્સ
એન.જી.ઓ. તથા એન.ડી.પી.એસ. કાયદા હેઠળની ગુન્હાની તપાસ અને સામાન્ય જનતાના માધ્યમ દ્વારા ભાવનગર
જીલ્લા/શહેરમાં સગીરો અને યુવાનો દ્વારા વિવિધ પ્રકારના ડ્રગ્સ (ચરસ, ગાંજા, હાઇબ્રીડ ગાંજો) ના સેવન માટે
સરળતા રહે તે માટે રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના ઉપયોગનું ચલણ વધવા પામેલ છે
તેવી હકીકત પ્રકાશમાં આવેલ છે. આ ગોગો સ્મોકીંગ કોન/પેપર તથા રોલીંગ પેપરનો ઉપયોગ સામાન્ય રીતે
તમાકુના સેવન માટે થાય છે પરંતુ તેનો ઉપયોગ ગાંજા, હાઇબ્રીડ ગાંજો, ચરસ જેવા નશીલા પદાર્થના વહન કરવા,
છુપાવવા અને સેવન કરવા માટે સરળ રહે તે માટે પણ કરવામાં આવે છે. જેથી Drug Abuse ને Facilitate કરે છે.
આ સામગ્રીઓની બનાવટ દરમ્યાન ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, કૃત્રિમ રંગો, કેલ્શિયમ
કાર્બોનેટ અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે
અત્યંત હાનિકારક છે. રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પાન-માવાની દુકાનો, કરિયાણાની દુકાનો
અને ચાની દુકાનો જેવા સ્થળોએ સરળતાથી વેચાઈ રહ્યા છે. જેથી સગીરો અને યુવાનો માટે સરળતાથી ઉપલબ્ધ
બનતા હોવાથી ડ્રગનું વ્યસન અને ડ્રગ્સ સાથે સંકળાયેલ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જે આવા
ડ્રગ્સનું સેવન કરનાર વ્યકિત અને જાહેર જનતા માટે ગંભીર ખતરારૂપ છે. જેથી તેનો ઉપયોગ અટકાવવા કોઇ પણ
જાહેર કે ખાનગી સ્થળોએ તેના સંગ્રહ, પરિવહન, વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા
પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય
જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે ભાવનગર શહેર તથા જિલ્લામાં કોઇ પણ જાહેર કે
ખાનગી સ્થળોએ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલના સંગ્રહ, પરિવહન અને વેચાણ કરવું નહિ.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકાર રહેશે. જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

Related Posts