ભાવનગર

ભાવનગર શહેર અને જિલ્લાનાં ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગેનું જાહેરનામું બહાર પડાયું

સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટતી જતી હોવાની બાબત ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ
પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મૂકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમિટીની
મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ
ડાયગ્નોસ્ટિક ટેક્નિક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ક્લિનિક પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને
તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ
પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજૂ થયેલ
છે. જે મુજબ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર
વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક પર
સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે.
આ જાહેરનામાંનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભાવનગર એ કરવાનો રહેશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-
૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને
પાત્ર થશે. જાહેરનામાનાં ભંગ બદલ ધારાસર ફરિયાદ કરવા માટે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ
પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભાવનગર ને અધિકાર રહેશે.

Related Posts