ભાવનગર

ભાવનગર શહેરમાં લેવાનાર CMAT-2026ની પરીક્ષાને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ

ભાવનગર શહેરમાં તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા CMAT-2026 ની
પરીક્ષા કુલ-૩ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે.
આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા
વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ CMAT-2026 ની પરીક્ષા માટે
તા.૨૫/૦૧/૨૦૨૬ના રોજ પરીક્ષા કેન્દ્રો ખાતે નીચે મુજબનાં પ્રતિબંધો ફરમાવ્યા છે.
(૧) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા
વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર.
(૨) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક
સાધનોના ઉપયોગ પર.
(૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર.
(૪) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ
(૫) પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સદરહું જાહેરનામું ઉક્ત જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને
પણ લાગુ પડશે.
જેને પરીક્ષા દરમ્યાન સોંપાયેલી ફરજનાં ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું
ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ.
સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.

“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી
નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”

Related Posts