ભાવનગર

કોળીયાક નિષ્કલંક મહાદેવના મેળામાં આવતા વાહનોની પ્રવેશબંધી કરવા અને ટ્રાફિકડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પડાયું

આગામી તા.૨૨,૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરિયા કિનારે
નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહન
દ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહાર
સ્થગિત ન થાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવા કોળીયાક નિષ્કલંક મહાદેવનાં મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી
કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર
પાડવું ઉચિત જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર
દ્વારા આ મેળા દરમિયાન રસ્તાને તા.૨૨/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ સુધી બે દિવસ માટે ટ્રાફિક નિયમન સારૂ હુકમ કરેલ છે. આ
જાહેરનામું તમામ પ્રકારનાં વાહનોને પણ લાગુ પડશે.
ભાવનગર તરફથી આવતા મોટા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પીપળીયા પુલથી ઘોઘા જકાતનાકા થઇ આડી સડક સુધી લકઝરી બસ
તથા ટ્રકની પાર્કિંગ વ્યવસ્થા આડી સડક રોડ ઉપર એક તરફ રાખવામાં આવેલ છે. બુધેલ ચોકડી તરફથી આવતા મોટા વાહનો પીપળીયા પુલથી
ઘોઘા જકાતનાકા થઈ આડી સડક સુધી લકઝરી બસ તથા ટ્રકની પાર્કિંગ વ્યવસ્થા આડી સડક રોડ ઉપર એક તરફ રાખવામાં આવેલ છે. મહુવા,
તળાજા, રાજુલા, પાલીતાણા, તણસા-વાવડી રોડ તરફથી આવતા મોટા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા સુરકા રોડ સુધી આડી સડકથી સુરકા ગામ
જતા રોડ પર અને નાના વાહનો જેમાં ટુ-વ્હીલર, મોટરો, ટેમ્પા રીક્ષાઓનું પાર્કિંગ સુરકા મઢુલી થઇ હોઇદડ ગામ તથા ગુંદી-કેરીયા વિસ્તારમાં
અલગ-અલગ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ છે. નાના વાહનો જેમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર સુરકા મઢુલી ત્રણ રસ્તાથી હોઇદડ તરફ
ડાયવર્ટ કરવાના રહેશે.
મીઠી વિરડી, લાખણકા તરફથી આવતા ભાવનગર તરફ જતા નાના-મોટા વાહનોને ખડસલીયા, મોરચંદ થઇ સાણોદર થઇ ભાવનગર
નેશનલ હાઇવે ઉપર ડાયવર્ટ કરવાના રહેશે. નાના વાહનો જેમાં ટુ-વ્હીલર, મોટરો, ટેમ્પા રીક્ષાઓનું પાર્કિંગ હાથબ બંગલા તથા હાથબ રાતા
નાળા પાસે આવેલ મનજીભાઇ કોળી તથા વલ્લભભાઇ પટેલના ખેતરમાં રાખવામાં આવેલ છે. ભાવનગરથી કોળીયાક, હાથબ, મીઠી વિરડી તરફ
આવતા નાના-મોટા વાહનો નેશનલ હાઇવેથી સાણોદર, મોરચંદ, ખડસલીયા થઇ ડાયવર્ટ કરવાના રહેશે. ભાવનગર તરફથી આવતી
એસ.ટી.બસો કોળીયાક રોડ થઇ હોઇદડના પાટીયા સુધી પ્રવેશ કરશે અને હોઇદડથી સુરકા રૂટ ઉપર પરત ભાવનગર જશે.
કુડાથી ગુંદી તરફ આવતા નાના-મોટા વાહનો ઘોઘા રોડથી પીપળીયા પુલ થઇ ડાયવર્ટ કરવાના રહેશે. ભાવનગર તથા બુધેલ ચોકડી
તરફથી આવતા નાના-મોટા વાહનો જેમાં મોટરો, ટેમ્પા રીક્ષાઓનું પાર્કિંગ સિધ્ધી વિનાયક પેટ્રોલ પંપ સામે આવેલ અશોકભાઇ દેગડાના
ખેતરમાં રાખવામાં આવેલ છે. અને ટુ-વ્હીલર વાહનોની ગુંદી, કેરીયા તથા હોઇદડ ગામે ખુલ્લી જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ
છે.

મેળામાં સરકારી ફરજ ઉપર ન હોય તેવા તમામ વાહનો પેસેન્જર ઉતારી ગૂંદી-કેરીયા વિસ્તાર તથા હોઇદડ ગામ પાસે પાર્કિંગ જગ્યામાં
વાહન પાર્ક કરવાના રહેશે. મેળામાં સરકારી ફરજ પર હોય તેવા તમામ વાહનોએ સંબંધિત કચેરીના અધિકારીશ્રીનો પત્ર પોલીસ અધિક્ષકશ્રીની
કચેરી (એલ.આઇ.બી. શાખા)માં આપી કાર પાસ(વાહન પ્રવેશ પાસ) તા.૨૧/૦૮/૨૦૨૫નાં મુદ્દામથી મેળવી લેવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં
ભંગ બદલનાં પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.આ જાહેરનામાં અન્વયે જાહેર
સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરનાં વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.

Related Posts