ભાવનગર

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ  શાંતિ જળવાઇ રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલ અધિકારની રૂઈએ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારી,ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિતઓએ પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નીચેના નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ પણ વ્યકિતને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહિ આપવા ફરમાવ્યું છે.

નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/કયા વિસ્તારમાં/ ચો.મી. બાંધકામ,મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ/સરનામા/ફોટા/પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવા અને મકાન માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ/સરનામા/ફોટો/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ પુરાવા સાથે આપવા.

આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts