રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે, જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે,
જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.
ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે
ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવું આવશ્યક હોવાથી ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
ડૉ.મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના
નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી
અથવા છુપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે નહી.
કોઇપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે,
(ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે
નકલ તેણે મુદ્રકને આપી હોય. (ખ) ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોડીંગ, પ્લેકાર્ડ પોસ્ટર, ચોપાનીયા, ભીંતપત્રો વગેરે સાહિત્ય
છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ સરનામું તથા છાપેલા
સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.
ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મુકવા અંગેનું જિલ્લામેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

Recent Comments