ભાવનગર

ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ અંગેનું જાહેરનામું

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા,
પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬
ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯પ૧ની કલમ-
૩૭(૧)(એફ)થી મને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે.
જેમાં, (૧) કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા
ચોપાનીયા કે ભીંતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે
નહી.
(ર) કોઇપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી
શકશે નહી સિવાય કે,

(ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ
અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય,
(ખ) ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોર્ડીંગ, પ્લેકાર્ડ, પોષ્ટર, ચોપાનીયા, ભીંતપત્રો વગેરે સાહિત્ય છાપવામાં
આવે ત્યારે જે તે પ્રેસના માલિકે કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ સરનામું તથા છાપેલા-
સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.
(૩) છાપકામની કોઇપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા લીંગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ,
સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર્ય પર હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહી.
વ્યકિતગત આક્ષેપો થઇ શકે તેવું લખાણ ન હોવું જોઇએ. આચારસંહિતાનો ભંગ થાય તેવું કોઇ લખાણ લખી શકાશે
નહીં.
(૪) આવુ સાહિત્ય છાપનારે તેની ૪(ચાર) નકલ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા બે નકલ સબંધિત ચૂંટણી
અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે.
આ સુચનાનો તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો-મુદ્રકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
(પ) રાજકીયપક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૧૩૧ તથા લોકપ્રતિનિધિત્વ
અધિનિયમ-૧૯પ૧ની કલમ-૧ર૭(એ) મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં
સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Related Posts