ગુજરાત

ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગેરકાયદે આશરો આપનાર કુખ્યાત લલ્લા બિહારી ઝડપાયો

દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રાજસ્થાનમાંથી આ ગેરકાયદેસર સામ્રાજ્ય સર્જનાર કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી ને ઝડપી લીધો છે. રાજસ્થાનમાં ગુજરાત બોર્ડર નજીક બાસવાડા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આ માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીને દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૯ એપ્રિલે લલ્લા બિહારીના દીકરા ફતેહની ધરપકડ કરાઈ હતી. હવે સમગ્ર બાંગ્લાદેશી રેકેટની વિગતો બહાર આવશે.
આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતા. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.
કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદેની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો લલ્લા બિહારી ચંડોળા તળાવ વિસ્તારમાં સરતાજ બનીને બેઠો હતો, તે ફાર્મ હાઉસમાં બેઠા-બેઠા જ મોટા-મોટા વહીવટો પાર પાડતો હોવાના દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો હતો. લલ્લા બિહારી પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો અને વ્યક્તિ દીઠ ૧૦થી ૧૫ હજાર રૂપિયા લઈ જગ્યા ભાડે આપતો હતો. એટલું જ નહીં પરંતુ, ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના પણ આરોપ છે. લલ્લા બિહારીના ૫ ઘર હોવાનું સામે આવ્યું છે. લલ્લા બિહારીને ૪ પત્નીઓ પણ છે. તેના વિવિધ ઘરોમાંથી બેન્ક એકાઉન્ટની માહિતી તેમજ ભાડાના ઘર માટે ઉઘરાવાતા ભાડાની બિલ બુકો મળી આવી હતી. જ્યારે અન્ય એક મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો જેવા દસ્તાવેજાે પોલીસે કબ્જે કર્યા છે.
આ કુખ્યાત લલ્લા બિહારીએ ચંડોળામાં તળાવમાં ગેરકાયદેસર રીતે પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેના દ્વારા બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્પાપારની પ્રવૃત્તિ કરાવામાં આવતી હતી. આ ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો પણ ધંધો કરતો હતો. આ કાળી કમાણીથી તેણે ચંડોળા તળાવની ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ તૈયાર કર્યા હતાં. ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે બંગ્લા પણ ઘાસ પાથરી દીધું હતું. માત્ર આગળનો દરવાજાે દેખાય તે રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ તંત્રના ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ અને એએમસીના અધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં ઘૂસ્યા ત્યારે બાંધકામ જાેઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. ત્યાં બાળકો માટે પ્લે હાઉસ પણ બનાવ્યા હતાં. લલ્લા બિહારી ૨૦૦થી વધુ રિક્ષાઓનો માલિક હતો. રિક્ષાઓ ભાડે આપીને કમાણી કરતો હતો.

Related Posts